કચ્છખબરડૉટકોમ, રાપરઃ રાપરના ભીમાસર ગામ પાસે બે કાર વચ્ચે થયેલી સામસામી ટક્કરમાં અલ્ટોમાં સવાર બે જણનાં ગંભીર ઈજાથી મૃત્યુ પામ્યાં છે. ભીમાસર પોલીસ મથકેથી પ્રાપ્ત પ્રાથમિક માહિતી મુજબ બનાવ બપોરે બાર વાગ્યા આસપાસ ભીમાસર ગામના પાવરહાઉસ પાસે બન્યો હતો. અર્ટિગા કાર રાપર તરફથી આવતી હતી અને અલ્ટો કાર આડેસરથી રાપર તરફ જતી હતી ત્યારે બંને વચ્ચે સામસામી ટક્કર થઈ હતી. એક્સિડેન્ટમાં અલ્ટો કારમાં બાબુભાઈ માદેવા હુંબલ (ઉ.વ. ૬૩, રહે. નીંગાળ, અંજાર) અને શંભુભાઈ ભીખાભાઈ વરચંદ (ઉ.વ. ૪૩, રહે. ચોબારી)ના મૃત્યુ નીપજ્યાં છે. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.
Share it on
|