click here to go to advertiser's link
Visitors :  
02-Apr-2025, Wednesday
Home -> Rapar -> Rapar THO booked for criminal intimidation to Vice President Taluka Panchayat
Wednesday, 05-Mar-2025 - Rapar 29159 views
રાપર તા.પં. ઉપ પ્રમુખને તાલુકા હેલ્થ ઑફિસરે ફોન પર પતાવી દેવાની ધમકી આપી!
કચ્છખબરડૉટકોમ, રાપરઃ પોતાની સામે થયેલી ફરિયાદ મુદ્દે રાપરના તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. મોતીલાલ રાયે ભાજપશાસિત રાપર તાલુકા પંચાયતના ઉપ પ્રમુખને ફોન કરીને ફરિયાદ પાછી ખેંચી લેવા ધાક ધમકી કરતાં મામલો પોલીસ ચોપડે ચઢ્યો છે. આજે બપોરે ધમકી મળતાં મુંબઈમાં પોતાના નિવાસસ્થાને હાજર ઉપ પ્રમુખ ભાવેશ પટેલે નવી મુંબઈ પોલીસ મથકે મોતીલાલ રાય વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.

ભાવેશ પટેલે ગત નવેમ્બર માસમાં રાજ્યના આરોગ્ય મંત્રી અને જિલ્લા પંચાયત પ્રમુખને લેખીત પત્ર પાઠવી ડૉ. મોતીલાલ રાય મોટાભાગે ભુજ ખાતે ‘ઘેર’ હાજર રહેતાં હોવાની, અઠવાડિયામાં માંડ બે ત્રણ દિવસ ફરજ પર આવતા હોવાની, તાલુકા સંકલન સમિતિની બેઠકમાં સતત ગેરહાજર રહેતા હોવાની અને ચૂંટાયેલા સદસ્યો કે અન્ય લોકોના ફોન ઉપાડી જવાબ આપવાની તસ્દી સુધ્ધાં લેતાં ના હોવાની રજૂઆત કરી તેમની તત્કાળ અસરથી બદલી કરવા અથવા અન્ય શિક્ષાત્મક પગલાં લેવા ફરિયાદ કરેલી.

રાપર તાલુકાના સૌથી મોટા ગામ ભીમાસરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આયુષ તબીબ તરીકે નિયુક્ત ડૉ. દર્શના શ્રીમાળી પણ ગુટલીબાજ હોવાના અને દર્દીઓ સાથે ગેરવર્તાવ કરતાં હોવાનો પણ આરોપ કરીને પટેલે દર્શના શ્રીમાળીને મોતીલાલ રાય છાવરતાં હોવાની રજૂઆત કરેલી.

પટેલે દાવો કર્યો કે થોડાં સમય અગાઉ જિલ્લા કલેક્ટર રાપર સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાતે આવેલા ત્યારે આરોગ્ય વિભાગની ઉણપો જોઈને તેમણે જાહેરમાં મોતીલાલનો ઉધડો લઈ લીધો હતો. પટેલની રજૂઆતો સંદર્ભે આજે આરોગ્ય તંત્રની સૂચનાથી જિલ્લા ટીબી અધિકારી ડૉ. મનોજ દવે મોતીલાલનો ખુલાસો લેવા આવ્યા હતા. 

ઉશ્કેરાયેલાં મોતીલાલે બપોરે દોઢ વાગ્યાના અરસામાં ભાવેશ પટેલને ફોન કરીને ફરિયાદ પાછી ખેંચી લેવાનું અને પરત ના ખેંચે તો મારી નાખવાની ધમકી આપી હતી.

પટેલ મુંબઈના બીજા નિવાસસ્થાને હતા અને ધમકી મળતા તેમણે પોલીસ મથકે દોડી જઈ મોતીલાલ સામે ફરિયાદ નોંધાવી છે. સમગ્ર ઘટના અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મીતેશ ભંડેરીએ જણાવ્યું કે આજના ઘટનાક્રમ મુદ્દે મેં તપાસ અધિકારી પાસે રીપોર્ટ મગાવ્યો છે. રીપોર્ટ બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

Share it on
   

Recent News  
શેરમાર્કેટમાં સટ્ટાની છૂટ, ઓનલાઈન ક્રિકેટસટ્ટા પર મનાઈઃ વેબસાઈટ બ્લોક કરાતી નથી!
 
ભુજના ગોડપર દહિસરા રોડ પર બલેનો અને બાઈક સામસામા ટકરાતાં એકનું મોત, ૪ ઘાયલ
 
ભુજના યુવકને ફસાવી ૨૨ લાખ પડાવી ફરાર થયેલી મુસ્કાન અને પતિ મામદ વડોદરાથી ઝડપાયાં