કચ્છખબરડૉટકોમ, રાપરઃ રાપર તાલુકાના પલાંસવા ગામના સીમાડે ગાગોદર કેનાલ પાસે એક ખેતરમાં વીજ થાંભલા પર રસ્સી વડે ફાંસો લગાવીને પ્રેમી યુગલે સજોડે આપઘાત કરી લીધો હોવાનો બનાવ બહાર આવ્યો છે. મરણ જનાર જમનાબેન ખેતાભાઈ કોલી (ઉ.વ. 19) અને કાનજી દેવાભાઈ કોલી (ઉ.વ. 30) બેઉ રાપરના અમરાપર ગામના રહેવાસી હતાં. 26મી એપ્રિલથી બેઉ ઘરેથી નીકળી ગયાં હતા અને આ રીતે થાંભલા પર લટકતાં તેમના મૃતદેહ મળી આવ્યાં હતાં. બનાવની તપાસ આડેસર પીઆઈ જે.એમ. વાળા કરી રહ્યાં છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે યુવતી અપરિણીત હતી અને યુવક પરિણીત હતો. બેઉ એક જ સમાજના હતાં. સામાજિક બંધનો કે પરિવારોની નામરજીના કારણે બેઉએ સજોડે આપઘાત કરી લીધો હોવાની શક્યતા છે.
Share it on
|