કચ્છખબરડૉટકોમ, ભુજઃ દિવાળી-નવા વર્ષના પર્વ સંપન્ન થયા બાદ આજે સોમવારથી સરકારી કચેરીઓ રાબેતા મુજબ શરૂ થઈ હતી. સોમવારના આજના ઉઘડતા દિવસે કચ્છ જિલ્લા પંચાયત ખાતે આજે જિલ્લા પંચાયત પ્રમુખ કૌશલ્યાબેન માધાપરીયાની અધ્યક્ષતામાં કર્મચારીઓ સાથે એક સ્નેહમિલન યોજાયું હતું. આ પ્રસંગે, કૌશલ્યાબેને કર્મચારીઓની ફરજનિષ્ઠાની પ્રશંસા કરી આ જ ભાવ સાથે કામ કરતાં રહેવા અનુરોધ કર્યો હતો. તો, આજે પટેલચોવીસીના વિવિધ મહિલા મંડળોએ પણ કૌશલ્યાબેનની મુલાકાત લઈ તેમની રાહબરીમાં વિકાસ કાર્યો વેગવંતા બની રહે તેવી તેમને શુભેચ્છા આપી હતી.
Share it on
|