કચ્છખબરડૉટકોમ, ભુજઃ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે આજે ભુજમાં ભાજપના યુવા મોરચા દ્વારા રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભુજની આર.ડી. વરસાણી સ્કુલ પાસે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસેથી મેરેથોનનો પ્રારંભ થયો હતો જે ભુજના વિવિધ માર્ગો પર દોડી હતી. મેરેથોનમાં મોટી સંખ્યામાં આબાલવૃધ્ધો જોડાયાં હતા. દોડમાં સિનિયર સીટીઝન કેટેગરીમાં વિજયભાઈ શેઠ, મહિલાઓની કેટેગરીમાં દિક્ષીતાબેન હિરાણી, યુવાનોમાં મનજીભાઈ લાખાભાઈ આહીર પ્રથમ ક્રમે વિજેતા રહ્યાં હતા. ઉત્તર પ્રદેશના પ્રવાસન મંત્રી સ્વતંત્રદેવસિંહ, જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ અને સાંસદ વિનોદભાઈ ચાવડાના હસ્તે વિજેતાઓને ઈનામ એનાયત કરાયાં હતા. મેરેથોન દોડમાં જિલ્લા પંચાયત અધ્યક્ષા કૌશલ્યાબેન માધાપરીયા, ભાજપ મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજા, ભાડાના ચેરમેન કિરીટભાઈ સોમપુરા, સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા તેમ જિલ્લા ભાજપ મિડીયા ઈન્ચાર્જ ઘનશ્યામ રસીકલાલ ઠક્કરની યાદીમાં જણાવાયું છે.
Share it on
|