કચ્છખબરડૉટકોમ, ભુજઃ માંડવીમાં ગૌરવ યાત્રા સાથે પધારી રહેલાં યોગી આદિત્યનાથના આગમન સમયે કોંગ્રેસી કાર્યકરોએ કાળા વાવટાં ફરકાવી વિરોધ કરતાં પોલીસે 34 કાર્યકરોની અટકાયત કરી હતી. ગૌરવયાત્રાના આગમન સમયે તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગંગાબેન સેંઘાણી સહિતની મહિલા કાર્યકરો પણ કાળા વાવટા લઈ વિરોધ પ્રદર્શિત કરવા ઉમટી પડી હતી. પોલીસ ગંગાબેન સેંઘાણી, જિલ્લા કોંગ્રેસ મહામંત્રી વી.કે. ગઢવી સહિતના કાર્યકરો-હોદ્દેદારોને અટકાયત કરી પોલીસ મથકે લઈ ગઈ હતી. જ્યાં થોડીકવાર રખાયા બાદ તમામને જવા દેવાયાં હતા. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે રાપર અને ભુજમાં પણ કોંગ્રેસી કાર્યકરોએ કાળા વાવટા ફરકાવી ગૌરવયાત્રાનો વિરોધ કર્યો હતો.
Share it on
|