કચ્છખબરડૉટકોમ, રાપરઃ ચોથી ફેબ્રુઆરીના રોજ રાપર તાલુકાની 23 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની છે. નગરપાલિકાની ચૂંટણી પણ યોજાવાની છે. ચૂંટણી ટાણે જ ભાજપના સ્થાનિક આગેવાન અને રાપર નગરપાલિકાના પ્રમુખ અને તાલુકા પંચાયતના ઉપ પ્રમુખ રહી ચૂકેલાં પુંજાભાઈ ચૌધરીએ કેસરીયો ખેસ ફગાવી દઈ કોંગ્રેસનો પંજા સાથે હાથ મિલાવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે રાપર નગરપાલિકામાં ભાજપના સંભવિત ઉમેદવારો માટે પસંદગી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. પુંજાભાઈ હાલ રાપર એપીએમસીના ડાયરેક્ટર છે અને નગરપાલિકા પ્રમુખ જયશ્રીબેન કારોત્રાના સસરા છે. ગત રાત્રે તેમણે રાપર નગરપાલિકાની ચૂંટણી કોંગ્રેસ વતી લડવાની જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે, પુંજાભાઈ ઘણા સમયથી ભાજપ સંગઠન સામે નારાજ હતા. અગાઉ બે-ત્રણ વખત તેમણે નારાજગી વ્યક્ત કરી રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારી હતી.
Share it on
|