click here to go to advertiser's link
Visitors :  
04-Apr-2025, Friday
Home -> Nakhatrana -> Video sex costs farmer Rs. 32.36 Lakh Four booked in Nirona
Friday, 07-Mar-2025 - Nirona 37678 views
અમરગઢના ખેડૂતને કોલકતાની મીકી સાથે ફોન પર રંગરેલિયા ભારે પડ્યા! ૩૨.૩૬ લાખની ઠગાઈ
કચ્છખબરડૉટકોમ, ભુજઃ નિરોણા નજીક અમરગઢ ગામે રહી ખેતી કરતા ૪૧ વર્ષિય પરિણીત પટેલ યુવકનું સેક્સટોર્શન કરી તથા સ્પાના ધંધામાં પાર્ટનર બનાવીને અજાણ્યા ગઠિયાઓ ૩૨.૩૬ લાખ રૂપિયા હજમ કરી ગયા હોવાનો  બનાવ બહાર આવ્યો છે. ૨૦૨૨માં ફરિયાદી યુવકે ડેટીંગ વેબસાઈટ પર મીકી નામની કોલકતાની છોકરીની પ્રોફાઈલ અને તેનો મોબાઈલ નંબર જોયો હતો. ફરિયાદીએ વોટસએપ કૉલ કરતાં મીકીએ પોતે બહુ ગરીબ હોવાનું અને જમવાનું પણ નથી કહીને મજબૂરીથી આ ધંધો કરતી હોવાનું જણાવેલું.

‘દયાળુ’ ફરિયાદીએ તેના ખાતામાં તત્કાળ પાંચસો રૂપિયા ટ્રાન્સફર કરાવ્યાં હતાં. થોડાંક સમય સુધી મીકીએ ફરિયાદીને વોટસએપ પર પોતાના નગ્ન વીડિયોની ક્લિપ મોકલતી રહી હતી.

એક દિવસ નગ્નાવસ્થામાં વીડિયો કૉલ કરી, ફરિયાદી સાથે ફોન પર વાતચીત કરીને સમગ્ર વાતચીતને રેકોર્ડ કરી લીધી હતી. બાદમાં તે ક્લિપ ફરિયાદીના પરિવારજનોને મોકલવાની તથા સોશિયલ મીડિયામાં શૅર કરીને બદનામ કરવાની ધમકી આપીને વિવિધ બહાને રૂપિયા પડાવવાનું શરૂ કરેલું.

કહેવાતી મીકીએ એક દિવસ પોતે સ્ત્રી નહીં પરંતુ કિન્નર હોવાનો ઘટસ્ફોટ કરીને લિંગ પરિવર્તનનું ઓપરેશન કરાવવાના નામે રૂપિયા પડાવેલાં. આ રીતે મીકીએ ટૂકડે ટૂકડે દસ લાખ રૂપિયા પડાવી લીધાં હતાં. થોડાંક સમય બાદ મીકી જે નંબર પરથી ફોન કરતી હતી તે નંબર બંધ થઈ ગયેલો. કેટલાંક માસ બાદ અચાનક તે નંબર પરથી ફરિયાદીને દિયાશ્રી દેવનાથ નામની અજાણી સ્ત્રીનો ફોન આવેલો. દિયાશ્રીએ મીઠી મીઠી વાતો કરીને પોતાની ફ્રેન્ડ અદિતિ દાસ ઊર્ફે ગોપાલ દાસ સ્પા અને બ્યુટીપાર્લરનો બિઝનેસ કરતી હોવાનો, તેમાં મોટો નફો થતો હોવાનું કહીને પાર્ટનરશીપમાં રસ હોય તો અદિતિ જોડે વાત કરવા જણાવેલું.

ફરિયાદીને પાર્ટનરશીપ બની કમાઈ લેવાની લાલચ જાગેલી અને તેણે અદિતી જોડે વાત કરીને પાર્ટનર બનેલો.

અદિતિએ દુકાનનું રજીસ્ટ્રેશન કરવવાના પેટે દોઢ લાખ રૂપિયા મેળવેલાં. થોડાંક સમય બાદ ૪૭ લાખમાં દુકાન વેચાય તેમ હોવાનું જણાવી તેમાંથી ૬૦ ટકા રકમ ફરિયાદીને આપવાની લાલચ આપીને વેચાણ કરતાં પૂર્વે જીએસટી ભરવો પડશે કહીને અઢી લાખ પડાવેલાં. આ રીતે અદિતિએ ટૂકડે ટૂકડે ૨૨.૩૬ લાખ રૂપિયા પડાવી લીધાં હતા અને પછી ફોન બંધ થઈ ગયો હતો.

ફ્રોડ થયા બાદ નવા નંબર પરથી મીકીએ ફરી બ્લેકમેઈલીંગ શરૂ કરતાં ફરિયાદીએ સાયબર સેલમાં અરજી આપેલી.

તપાસમાં દિયાશ્રી દેવનાથ, સુઝેન, બનીસેન ગુપ્તા એમ ત્રણ બેન્ક ખાતામાં નાણાં જમા થયાં હોવાનું બહાર આવેલું અને ત્રણે ખાતાં બ્લોક કરી દેવાયાં હતાં. ખાતાં બ્લોક થતાં ભડકેલાં આરોપીઓએ અરજી પાછી ખેંચવા ધાક ધમકી કરીને અરજી પરત ખેંચાવી લીધેલી. ત્યારબાદ ફરી બ્લેકમેઈલીંગ શરૂ થતાં યુવકે કંટાળીને નિરોણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

Share it on
   

Recent News  
ભુજના મેઘપરની ગૃહિણીને ભોળવીને અજાણી મહિલા તાંત્રિક ૧.૪૧ લાખના દાગીના મેળવી ફરાર
 
ભુજ હની ટ્રેપકાંડમાં છઠ્ઠો આરોપી ઝડપાયોઃ મુસ્કાનનો કાકાજી સસરો બનેલો હાસમ ઝબ્બે
 
કંડલા પોલીસે બિહારમાં ‘મજૂર’ બની ગાંજાના ૩ કેસમાં ફરાર રીઢા આરોપીને ઝડપી પાડ્યો