click here to go to advertiser's link
Visitors :  
04-Apr-2025, Friday
Home -> Nakhatrana -> Cricket players come to blows over umpires decision of No Ball in Nakhtrana
Tuesday, 19-Dec-2023 - Nakhtrana 70882 views
અંતિમ ઑવરમાં અમ્પાયરે ‘નો બૉલ’ કહેતાં દેવપર (યક્ષ)નું મેદાન સમરાંગણ બન્યું!
કચ્છખબરડૉટકોમ, નખત્રાણાઃ નખત્રાણાના દેવપર (યક્ષ) ગામે રસાકસીભરી મેચની અંતિમ ઓવરમાં બૉલરે ફેંકેલા એક બૉલને અમ્પાયરે ‘નો બૉલ’ જાહેર કરતાં બઘડાટી બોલાઈ ગઈ હોવાની સામસામી ફરિયાદો દાખલ થઈ છે. શનિવારે ગામના ગ્રાઉન્ડમાં બે ટીમ વચ્ચે મેચ યોજાઈ હતી. મેચ રસાકસીભર્યાં તબક્કે પૂર્ણ થવાના આરે હતી ને ત્યાં જ બોલરે ફેંકેલા એક બોલને અમ્પાયરે નો બૉલ જાહેર કર્યો હતો. જેથી ફિલ્ડીંગ કરી રહેલાં એહમદ અબ્દ્રેમાન લુહારે પિત્તો ગૂમાવ્યો હતો.

તે સીધો અમ્પાયર ગનુભા સતુભા પઢીયાર પર ધસી આવ્યો હતો અને ગાળો બોલીને પટમાં પડેલો પથરો તેના ડાબા હાથ પર ફટકારી દીધો હતો. બેટીંગ કરી રહેલો જુવાનસિંહ ચનુભા પઢીયાર અમ્પાયર ગનુભાનો પિતરાઈ ભાઈ હતો. બબાલમાં જુવાનસિંહ અમ્પાયર ભાઈનું ઉપરાણું લઈને એહમદ પર બેટ વડે તૂટી પડ્યો હતો. માથા, હાથ અને પગમાં બેટથી ઈજા થતાં એહમદ મેદાન પર પડી ગયો હતો. સાથી ખેલાડીઓએ ૧૦૮ બોલાવી તેને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો. એહમદે ગનુભા અને જુવાનસિંહ સામે તો જુવાનસિંહે એહમદ સામે મારામારીની ફરિયાદ નોંધાવી છે.

Share it on
   

Recent News  
ભુજના મેઘપરની ગૃહિણીને ભોળવીને અજાણી મહિલા તાંત્રિક ૧.૪૧ લાખના દાગીના મેળવી ફરાર
 
ભુજ હની ટ્રેપકાંડમાં છઠ્ઠો આરોપી ઝડપાયોઃ મુસ્કાનનો કાકાજી સસરો બનેલો હાસમ ઝબ્બે
 
કંડલા પોલીસે બિહારમાં ‘મજૂર’ બની ગાંજાના ૩ કેસમાં ફરાર રીઢા આરોપીને ઝડપી પાડ્યો