કચ્છખબરડૉટકોમ, નખત્રાણાઃ નખત્રાણાના રાણારા (મોટા) ગામના મંદિરમાં ગત જાન્યુઆરી માસની આખરમાં થયેલી ચોરીનો બનાવ ત્રણ મહિના બાદ રહી રહીને પોલીસ ચોપડે ચઢ્યો છે! ગત ૨૬-૨૭ જાન્યુઆરીની રાત્રે રબારી સમાજની વસાહત વચ્ચે આવેલા વાંકોલ માતાજીના મંદિરમાં અજાણ્યા શખ્સોએ ત્રાટકીને દાનપેટીમાં રહેલાં ૨૫ હજાર રોકડાં રૂપિયાની ચોરી કરી હતી. મંદિરની દાનપેટી સ્ટીલની ગ્રીલમાં ફીટ કરેલી, તસ્કરો ગ્રીલ તોડીને દાનપેટી ઉઠાવી ગયાં હતાં. વહેલી પરોઢે ગ્રામજનોને ખબર પડતાં તેમણે ચોરનું પગેરું દબાવતાં આગળ જતાં મોટર સાયકલના પૈડાંની છાપ જોવા મળી હતી. થોડેક દૂર તાળું તૂટેલી ખાલી દાન પેટી મળી આવી હતી. ત્રણ મહિના બાદ આ મામલે ફરિયાદ નોંધાઈ છે ત્યારે આરોપી પકડાયાં બાદ પોલીસે મામલો ચોપડે ચઢાવ્યો છે કે કેમ તે અંગે સંદેહ સર્જાયો છે.
Share it on
|