કચ્છખબરડૉટકોમ, મુંદરાઃ અદાણી પોર્ટસ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (APSEZ)એ ફરી એકવાર મહત્વપૂર્ણ સીમાચિહ્ન સર કર્યું છે. નવેમ્બર માસમાં પોર્ટ પર લાંગરેલાં જહાજોની સંખ્યા અને જહાજોની અવરજવર મુંદરા પોર્ટના ઇતિહાસમાં સૌથી વધુ રહી છે. મુંદરા પોર્ટ દ્વારા નવેમ્બર 2024માં 396 જહાજને હેન્ડલ કરવામાં આવ્યા હતા અને 845 જહાજની અવરજવરની સફળ વ્યવસ્થા કરી હતી. APSEZનું કાર્ગો હેન્ડલીંગ નવેમ્બર મહિનામાં વાર્ષિક ધોરણે 21% વધીને કુલ 36 MMT થયું હતું. કંપનીએ જણાવ્યું છે કે ભવિષ્યમાં પણ આવી જ આગેકૂચ જારી રહેશે. કંપનીના જણાવ્યા અનુસાર પોર્ટે 2020 અને 2021ના અગાઉના રેકોર્ડને પાછળ છોડીને "BB-3 પર 20,586 MT HR કોઈલ્સ લોડ કર્યા છે. "21 લોડેડ રેક, 1 BCN અને 13" સાથે એક જ દિવસમાં 35 રેક્સ અનલોડિંગ/રિલીઝ હેન્ડલ કર્યા છે.
અદાણી જૂથ ઉત્તરોત્તર અવનવા રેકોર્ડ સર્જી વિકાસની આગેકૂચ કરી રહ્યું છે.
10 ડિસેમ્બરે કંપનીએ જાહેરાત કરી હતી કે તે શ્રીલંકામાં કોલંબો વેસ્ટ ઇન્ટરનેશનલ ટર્મિનલ પ્રોજેક્ટને પોતાની આંતરિક ઉપાર્જનનો ઉપયોગ કરીને ભંડોળ પૂરું પાડશે. કંપનીએ પુષ્ટિ કરી છે કે કોલંબોનો પ્રોજેક્ટ સરળતાથી આગળ વધી રહ્યો છે અને આવતા વર્ષની શરૂઆતમાં કમિશનિંગ શેડ્યૂલ કરવામાં આવ્યું છે.
બ્લૂમબર્ગના ડેટા અનુસાર કંપનીને ટ્રેક કરી રહેલા 18 વિશ્લેષકોમાંથી 17ના શેર પર 'બાય' રેટિંગ છે અને એક 'હોલ્ડ'નું સૂચન કરે છે.
12 મહિનાના વિશ્લેષકોના ભાવ લક્ષ્યાંકોની સરેરાશ 35.3% ની સંભવિત અપસાઇડ સૂચવે છે. APSEZ 2030 સુધીમાં 1 બિલિયન ટન કાર્ગો હેન્ડલ કરવાનું લક્ષ્યાંક ધરાવે છે.
Share it on
|