કચ્છખબરડૉટકોમ, મુંદરાઃ મુંદરા અદાણી પોર્ટસ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ)એ ૨૦૨૪-૨૦૨૫ના પૂરાં થયેલાં નાણાંકીય વર્ષ દરમિયાન તમામ બંદરો પર ૪૫૦ MMT કાર્ગો હેન્ડલ કરી નવો કીર્તિમાન સ્થાપ્યો છે. ખાસ કરીને, એકલાં મુંદરા અદાણી પોર્ટે ૨૦૦ MMT કાર્ગો હેન્ડલ કરીને આ સિધ્ધિમાં સિંહફાળો આપ્યો છે. એક જ વર્ષમાં ૨૦૦ MMT કાર્ગો હેન્ડલ કરનાર ભારતના પ્રથમ બંદર તરીકે મુંદરા પોર્ટે ઈતિહાસ રચ્યો છે. આ સિધ્ધિ મુંદરા અદાણી પોર્ટની કાર્ગો હેન્ડલિંગ શ્રેષ્ઠતા અને ક્ષમતાને પ્રતિબિંબિત કરે છે.
♦AICTPL ટર્મિનલે ૩૩.૦૫ લાખ કન્ટેનરનું સર્વકાલિન ઉચ્ચતમ હેન્ડલિંગ કર્યું, જે પાછલા વર્ષના ૩૧.૪૯ લાખ કન્ટેનર હેન્ડલીંગના વિક્રમને વટાવી ગયું. આ વૃધ્ધિ ભારતના કન્ટેનરાઇઝ્ડ વેપારમાં અદાણી પોર્ટ, મુંદરાની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂકે છે.
♦એ જ રીતે, વર્ષ દરમિયાન ૮.૭૩ MMT કાર્ગોનું સંચાલન કર્યું, જે નાણાંકીય વર્ષ ૨૦૧૦-૨૦૧૧ પછીનું સૌથી વધુ વોલ્યુમ છે.
♦બંદરના SPRH અને રેલ્વે કામગીરીમાં પણ શાનદાર પરિણામો આવ્યાં છે. SPRHએ ૧૬.૧૭ લાખ કન્ટેનરનું સર્વકાલીન ઉચ્ચ થ્રુપુટ હાંસલ કર્યું છે.
♦મુંદરા પોર્ટ રેલવે સર્વિસીસ દ્વારા પ્રથમવાર આ વર્ષે સર્વાધિક ૨૦ હજાર ૫૭૮ ટ્રેનોનું સંચાલન કરવામાં આવ્યું છે.
♦વેસ્ટ બેસિને માર્ચ ૨૦૨૫ના એક જ માસમાં ૩.૭૬ MMT કાર્ગો હેન્ડલ કરીને નાણાંકીય વર્ષનો સૌથી વધુ માસિક વોલ્યુમ હેન્ડલ કર્યો છે.
મુંદરા APSEZની ૨૦૦ MMT કાર્ગો હેન્ડલિંગની સીમાચિહ્નરૂપ સિધ્ધિ ભારતના અગ્રણી લોજિસ્ટિક્સ પાવરહાઉસ તરીકે અદાણી પોર્ટસને મજબૂત બનાવવા સાથે આર્થિક પ્રગતિ વધારવા, વૈશ્વિક વેપારી જોડાણ વધારવા, ઉત્પાદન અને વેપાર કેન્દ્ર બનવાની ભારતની મહત્વાકાંક્ષાને ટેકો આપવા માટે અદાણી પોર્ટના યોગદાનને દર્શાવે છે.
Share it on
|