click here to go to advertiser's link
Visitors :  
03-Apr-2025, Thursday
Home -> Mandvi -> Speeding car turns turtle 2 friends dead in the outskirt of Mandvi town
Thursday, 02-Jan-2025 - Mandvi 49062 views
માંડવીના પિયાવા નજીક પૂરઝડપે જતી કાર પલ્ટી ખાતાં કારમાં સવાર બે યુવાનોના મોત
કચ્છખબરડૉટકોમ, માંડવીઃ માંડવીની ભાગોળે પિયાવા વાડીવિસ્તારમાં નર્મદા કેનાલ નજીક ગત મધરાત્રે હોન્ડા કાર પલટી મારી જતાં તેમાં સવાર બે યુવાન મિત્રોના ગંભીર ઈજાઓથી મૃત્યુ નીપજ્યાં છે. કોડાય પોલીસે આપેલી પ્રાથમિક માહિતી મુજબ દુર્ઘટના મધરાત્રે સવા બારના અરસામાં સર્જાઈ હતી. પૂરઝડપે જતી કાર અગમ્ય કારણોસર સંતુલન ગૂમાવીને એકથી વધુ વખત પલટી મારીને રોડની સાઈડના ખાડામાં ખાબકી હતી.

કારચાલક હિતરાજસિંહ સરદારસિંહ પલ (૨૨) અને સાવન નારણભાઈ ગોસ્વામી (૨૦)ના માથામાં ગંભીર ઈજાઓથી મૃત્યુ નીપજ્યાં હતાં. હિતરાજ અને સાવન બેઉ જણ માંડવી જૈન આશ્રમ નજીક આવેલા રિધ્ધિ સિધ્ધિનગરમાં રહેતા પડોશી મિત્રો હતાં. હિતરાજ મૂળ અબડાસાના ખૂઅડા અને સાવન અબડાસાના ધૂફી ગામના વતની હતા. બંને યુવકો અપરિણીત હતા અને તેમના અકાળે મૃત્યુથી બેઉના પરિવારો ઘેરાં આઘાત શોકમાં ડૂબી ગયાં છે. દુર્ઘટના અંગે હજુ વિધિવત્ ફરિયાદ નોંધાઈ નથી.

Share it on
   

Recent News  
ભુજ હની ટ્રેપકાંડમાં છઠ્ઠો આરોપી ઝડપાયોઃ મુસ્કાનનો કાકાજી સસરો બનેલો હાસમ ઝબ્બે
 
કંડલા પોલીસે બિહારમાં ‘મજૂર’ બની ગાંજાના ૩ કેસમાં ફરાર રીઢા આરોપીને ઝડપી પાડ્યો
 
૧ વર્ષમાં ૨૦૦ MMT કાર્ગો હેન્ડલ કરી મુંદરા અદાણી પોર્ટે ભારતમાં સર્જ્યો ઈતિહાસ