કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજા અને તેમના પત્ની રીવાબાએ આજે સવારે લખપતમાં માતાના મઢ ખાતે દેશદેવી આશાપુરા માના મંદિરના દર્શન કર્યાં હતાં. દર્શન કર્યાં બાદ રીવાબાએ મા આશાપુરાના દર્શન કરી ધન્યતા અનુભવી હોવાનું જણાવી સૌની સુખાકારી માટે પ્રાર્થના કરી હોવાનું જણાવ્યું હતું.
તો રવિન્દ્રસિંહ જાડેજાએ દર્શન કરતો ફોટો ટ્વિટ કરી અંગ્રેજીમાં મારી આસ્થા, મારી શક્તિ અને મારી શ્રધ્ધા મા આશાપુરા લખી ભક્તિભાવ પ્રગટ કર્યો હતો. જાડેજાના પત્ની રીવાબા જામનગરના ધારાસભ્ય છે. યાત્રાધામના દર્શને આવેલાં સ્ટાર ક્રિકેટરની મુલાકાતે સ્થાનિક ક્રિકેટપ્રેમીઓ અને ચાહકોમાં આકર્ષણ સર્જ્યું હતું.
Share it on
|