click here to go to advertiser's link
Visitors :  
01-Apr-2025, Tuesday
Home -> Kutch -> 17 PI and 24 PSI transfered internally in West Kutch Police Force
Wednesday, 01-Jan-2025 - Bhuj 38010 views
પશ્ચિમ કચ્છ પોલીસ દળમાં વર્ષારંભે જ મોટી ફેરબદલઃ ૧૭ PI ૨૪ PSIની આંતરિક બદલી
કચ્છખબરડૉટકોમ, ભુજઃ પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડાએ આજે ૨૦૨૪ના નૂતન વર્ષના પ્રથમ દિવસે જ ૧૭ પીઆઈ અને ૨૪ પીએસઆઈની જિલ્લામાં આંતરિક બદલીઓ કરી છે. અનેક મહત્વના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં પીઆઈ અને પીએસઆઈને સાઈડ પોસ્ટિંગ મળ્યું છે તો કેટલાંકની મહત્વના પોલીસ મથકમાં બદલી થઈ છે, ઘણાંની મનની મનમાં રહી ગઈ છે!
જાણો કયા પીઆઈ ક્યાં મૂકાયાં?

માંડવી પીઆઈ ડી.ડી. શીમ્પી પ્રાગપર, પ્રાગપર પીઆઈ એચ.એસ. ત્રિવેદી ભુજ એ ડિવિઝન, ભુજ એ ડિવિઝન પીઆઈ એ.જી. પરમાર પધ્ધર, માનકૂવાના ડી.એન. વસાવા માંડવી મરીન, એસઓજી ભુજના વી.વી. ભોલાને દયાપર, ગઢશીશાના કે.એસ. ચૌધરી ભુજ જે.આઈ.સી., એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટના પી.કે. રાડા મુંદરા મરીનમાં મૂકાયાં છે. જ્યારે, લીવ રીઝર્વમાં રહેલા પીઆઈ જે.કે. મોરી ભુજ બી ડિવિઝન, વી.બી. પટેલ ખાવડા, એસ.એમ. રાણા માનકૂવા, ડી.એમ. ઝાલા માધાપર, એચ.એમ. વાઘેલા કોડાય, સી.વાય. બારોટ માંડવી, વી.એમ. ઝાલા નલિયા, કે.એમ. ગઢવી ભુજ એસઓજી, જે.બી. કુણીયા ક્રાઈમ અગેઈન્સ્ટ વુમન અને જે.ડી. દેસાઈ જેઆઈસી ભુજમાં મૂકાયાં છે. જખૌ મરીનના પીઆઈ બી.પી. ખરાડીને કોઠારા પોલીસ સ્ટેશનનો, મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એન.બી. ચૌધરીને એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટનો વધારાનો હવાલો સોંપાયો છે. ડી.એમ. ઝાલાને જેઆઈસીના વધારાના હવાલામાંથી મુક્ત કરાઈ કે.એસ. ચૌધરીને સોંપાયો છે.

૨૪ પીએસઆઈની આંતરિક બદલીની યાદી

એચ.એમ. ગોહિલને પધ્ધરથી ગઢશીશા (ઈન્ચાર્જ પીઆઈ), પ્રાગપરના આર.એન. વાડલેને ભુજ એ ડિવિઝન, કોઠારાના જે.જે. રાણાને ભુજ એ ડિવિઝન, દયાપરના કે.એ. જાડેજાને ભુજ બી ડિવિઝન, મુંદરાના એમ.એન. આદરેજીયાને ભુજ બી ડિવિઝન, જેઆઈસીના ડી.બી. રાઠોડને ભુજ બી ડિવિઝન, કોડાયના વી.જી. પરમારને માધાપર, ભુજ એ ડિવિઝનના ડી.જે. ઠાકોરને મુંદરા, ભુજ બી ડિવિઝનના એમ.કે. દામાને પ્રાગપર, ડીવાયએસપી ભુજના રીડર વી.એસ. પરમારને કોડાય, લીવ રીઝર્વમાં રહેલા એમ.કે. પરમારને ગઢશીશા, માંડવી મરીનના આર.એસ. સોલંકીને નિરોણા, નિરોણાના એચ.સી. પરમારને લીવ રીઝર્વ, ક્રાઈમ અગેઈન્સ્ટ વુમનના એ.પી. વાઘેલાને જખૌ મરીન, નલિયાના આર.બી. ટાપરીયાને દયાપર, ભુજ એલસીબીના ટી.બી. રબારીને નલિયા, માંડવી મરીનના આર.વી. થોમસને ભુજ એલઆઈબી, લીવ રીઝર્વમાં રહેલા એચ.આર. જેઠીને ભુજ એલસીબી, એસઓજી ભુજના પી.પી. ગોહિલને ભુજ એલસીબી, મુંદરા મરીનના એન.ડી. જાડેજાને ભુજ એસઓજી, પેરોલ ફર્લૉના ડી.બી. વાઘેલાને એસઓજી, એમઓબીના જે.કે. બારીયાને પેરોલ ફર્લૉ, ભુજ બી ડિવિઝનના ડી.કે. વાઘેલાને એમઓબી, નખત્રાણા ડીવાયએસપીના રીડર બી.જે. ચૌધરી ભુજ જેઆઈસી મૂકાયાં છે. પીએસઆઈ એચ.આર. જેઠીને ભુજ ડીવાયએસપી રીડરનો વધારાનો હવાલો સોંપાયો છે.

Share it on
   

Recent News  
પંજાબની ખેપ મારી ૪૧ લાખનું કોકેઈન લાવનાર ભુજના ઢાબામાલિક સહિત બે પેડલર ઝડપાયાં
 
રાપરઃ મદદના નામે હાથ લંબાવીને કૌટુંબિક કાકાએ યુવાન પરિણીતા પર બળાત્કાર ગુજાર્યો
 
દીકરી ભાગી જતાં બિદડાના પરિવારે મંગવાણાની મહિલા તલાટીને એસિડ એટેકની આપી ધમકી