click here to go to advertiser's link
Visitors :  
03-Apr-2025, Thursday
Home -> Gandhidham -> Two accued arrested in Nexus Club fruad scam Adipur
Monday, 03-Mar-2025 - Aadipur 20185 views
આદિપુરની નેક્સસ ક્લબનો ગેરકાયદે કબજો પચાવી પાડવાના કૌભાંડમાં બે આરોપીની ધરપકડ
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ સિંધુ રીસેટલમેન્ટ કોર્પોરેશન દ્વારા લીઝ પર અપાયેલી નેક્સસ ક્લબની પાર્ટનરશીપ અને સંચાલન બોગસ આધાર પૂરાવા થકી બળજબરીથી પડાવી લઈ ફ્રોડ કરવાના ગુનામાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. ગુનાની તપાસ કરી રહેલા અંજારના વિભાગીય નાયબ પોલીસ અધીક્ષક મુકેશ ચૌધરીએ SRCના ડાયરેક્ટર હરીશ પેરુમલ કલ્યાણી અને SRCના સિનિયર એક્ઝિક્યુટીવ એન્જિનિયર આત્મારામ મુલચંદાણીની આજે મોડી રાતે ધરપકડ કરી છે.

ચૌધરીએ જણાવ્યું કે ગુનાની તપાસમાં બંને આરોપીની સંડોવણી સ્પષ્ટ થતાં તેમની ધરપકડ કરવામાં આવી છે.

૨૬ જાન્યુઆરીના પાંચ સામે ફોજદારી ફરિયાદ નોંધાયેલી

ગત ૨૬ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ સુભાષચંદ્ર જમનાપ્રસાદ સ્વામી (રહે. મૂળ બાગેશ્વર, ઉત્તરાખંડ)એ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે જીતુ હરકિશન ચંદનાની, હરકિશન એમ. ચંદનાની, ગુલ ગોપાલદાસ દરિયાણી, તેમના પત્ની માધુરી દરિયાણી અને રજિસ્ટ્રાર ઑફ ફર્મ્સ એમ.સી. પ્રજાપતિ વિરુધ્ધ ફરિયાદ નોંધાવેલી. જેમાં આરોપ કરાયો હતો કે પાંચે જણે ભેગાં મળીને, તેમને વિશ્વાસમાં લઈ, ગુનાહિત કાવતરું રચી, અપ્રમાણિકપણે મિલકત પચાવી પાડવાના ઈરાદે બનાવટી ભાગીદારી કરારો કરીને, બનાવટી જી ફોર્મ્સ બનાવી તેને રજિસ્ટ્રાર ઑફ ફર્મ્સમાં વેલ્યુએબલ સિક્યોરીટી તરીકે રજૂ કરી/કરાવી, નેક્સસ ક્લબમાં ગેરકાયદે પ્રવેશ કરી ક્લબનો કબજો ઝૂંટવી લીધો છે તેમજ ભાગીદાર દિપ્તીબેન આશરને ક્લબમાં પ્રવેશવા સબબ ધાકધમકી કરી હતી.

ગુનો નોંધાયા બાદ ફરિયાદમાં દર્શાવાયેલાં પાંચે આરોપી આજ દિન સુધી નાસતાં ફરતાં હોવાનું DySP ચૌધરીએ ઉમેર્યું છે.

નોંધનીય છે કે ત્રણેક વર્ષ અગાઉ આરોપી જીતુ હરકિશન ચંદનાનીએ પોતાને ક્લબનો એમડી ગણાવીને ૨૯-૦૩-૨૦૨૨ના રોજ પૂજા હિરાનંદાની, સુભાષ સ્વામી સહિતના ચાર લોકો સામે ખોટાં દસ્તાવેજોનો ઉપયોગ કરી ક્લબનો વહીવટ પડાવી લેવાની ફોજદારી ફરિયાદ નોંધાવેલી.

Share it on
   

Recent News  
ભુજ હની ટ્રેપકાંડમાં છઠ્ઠો આરોપી ઝડપાયોઃ મુસ્કાનનો કાકાજી સસરો બનેલો હાસમ ઝબ્બે
 
કંડલા પોલીસે બિહારમાં ‘મજૂર’ બની ગાંજાના ૩ કેસમાં ફરાર રીઢા આરોપીને ઝડપી પાડ્યો
 
૧ વર્ષમાં ૨૦૦ MMT કાર્ગો હેન્ડલ કરી મુંદરા અદાણી પોર્ટે ભારતમાં સર્જ્યો ઈતિહાસ