કચ્છખબરડૉટકોમ, સામખિયાળીઃ કચ્છમાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ વધી ગયું છે ત્યારે આજે કચ્છ બનાસકાંઠા બોર્ડર રેન્જના આઈજી ચિરાગ કોરડીયાએ સામખિયાળી ટોલનાકા ખાતે નિયમભંગ કરીને દોડતાં વાહનો સામે સરપ્રાઈઝ ચેકીંગ શરૂ કરાવ્યું છે. સામખિયાળી ટોલનાકા પાસેથી પસાર થતી વખતે એકાએક આઈજી કોરડીયાએ ટોલનાકા પર તેમની ગાડી થોભાવી હતી અને પાયલોટીંગમાં રહેલી જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમને વાહનોનું ચેકીંગ કરવા સૂચના આપી હતી.
જેના પગલે નંબર પ્લેટ વગરના વાહનો, કાળા કાચવાળા વાહનો, ઓવરલોડ દોડતાં વાહનોને અટકાવીને પોલીસે ગાડીઓ ડીટેઈન કરી મેમો ફાડવાનું શરૂ કર્યું છે. આઈજી કોરડીયાએ પોતે લાંબા સમય સુધી સ્થળ પર હાજર રહીને વાહન ચેકીંગની કામગીરીનું નિરિક્ષણ કર્યું હતું. દરમિયાન, સરપ્રાઈઝ ચેકિંગ અંગે જાણ થતાં સામખિયાળી પોલીસ પણ સ્થળ પર દોડી આવીને વાહન ચેકિંગમાં જોડાઈ ગઈ છે. મોડી રાત સુધી આ ડ્રાઈવ ચાલું રહેશે તેમ સામખિયાળી પીઆઈ વી.કે. ગઢવી અને જિલ્લા ટ્રાફિક પોલીસ પીએસઆઈ એ.એન. ગોહિલે જણાવ્યું છે.
Share it on
|