કોલકત્તામાં કચ્છી મહિલાઓએ બંગાળી બની ઉજવી આમ અલગ નવરાત્રિઃ જૂઓ વિડિયો
કચ્છખબરડૉટકોમ, ભુજઃ પોતાના વતનથી સેંકડો કિલોમીટર દૂર રહેલાં કોલકત્તાના કચ્છી પાટીદારોએ દર વર્ષની જેમ આ વર્ષે પણ કોલકત્તામાં નવરાત્રિ મહોત્સવનું આયોજન કર્યું છે.
Video :
કોલકત્તા નિમતલા વિભાગની બહેનોએ બંગાળી સંસ્કૃતિને અનુરૂપ ‘ઢાકેર તાલે’ના સૂર-તાલ પર નૃત્ય કર્યું હતું. મંડળની 13 જેટલી બહેનોએ હાથમાં ધૂપ લઈ બંગાળી વેશભૂષા ધારણ કરી ‘ઢાકેર તાલે’ના તાલ પર માતાજીની આરાધના કરી હતી.
કોલકત્તા ગંગા વિભાગ (નિમતલા)ની બહેનોના આ ગરબા જોઈ બેઘડી તમે માની નહીં શકો કે આ આપણી કચ્છી પાટીદાર મહિલાઓ છે. મહિલા આગેવાન દમયંતીબેન પટેલે કચ્છખબરને જણાવ્યું કે, કોલકત્તામાં વર્ષોથી બેથી અઢી હજાર પાટીદાર પરિવારો વસવાટ કરે છે અને તેઓ અલગ અલગ વ્યવસાય સાથે સંકળાયેલાં છે. મોટાભાગના લોકો લાકડાની સોમિલ ચલાવે છે. પ્રત્યેક તહેવાર અહીં હર્ષોલ્લાસ સાથે ઉજવાય છે.