કચ્છખબરડૉટકોમ, ભુજઃ કોરોનાની મહામારીના લીધે દેશભરની શાળાઓ અને કોચીંગ ક્લાસીસ બંધ છે. શિક્ષણ કાર્ય પાછું ઠેલાયું છે. ત્યારે, ભુજના ‘આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટર’ દ્વારા વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડે નહીં તે માટે અવિરતપણે નવતર પ્રયોગો થઈ રહ્યા છે. ‘આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટર’ના સંસ્થાપક મોહમ્મદ મોરાણીએ જણાવ્યું કે ‘બે વિદ્યાર્થીનીઓ સાથે સંસ્થાની સ્થાપના 1995માં કરવામાં આવી હતી. આજે 27 વર્ષ બાદ 1100 વિદ્યાર્થી તેમજ 22 તજજ્ઞ શિક્ષકો આલ્ફા પ્લસ પરિવારનો હિસ્સો બની ગયાં છે.’ શિક્ષણ દ્વારા સમાજની સેવા કરવાના આશયથી આ ક્લાસીસ શરૂ કર્યાં હોવાનું જણાવતાં મોરાણીએ ઉમેર્યું કે ‘થોડાંક વર્ષો અગાઉ સાયન્સમાં ઉચ્ચ અભ્યાસ માટે કચ્છના વાલીઓ રાજકોટ અને અમદાવાદ જેવા મોટા શહેરોમાં કમ્મરતોડ ફી ભરીને તેમના સંતાનોના એડમિશન લેતાં હતા. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ છે. કચ્છમાં જ ઉચ્ચ શિક્ષણ અને કોચીંગ સુવિધા ઉપલબ્ધ થઈ છે. કચ્છના છાત્રો પણ રાજ્યસ્તરે ઉજ્જવળ દેખાવ કરતાં થયાં છે. છેલ્લાં બે વર્ષથી આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટરે ફિઝીક્સ (પોલરા સર), કેમિસ્ટ્રી (કમલ સર), બાયોલોજી (ગભરુ સર), મેથ્સ (સાગર સર)ના તજજ્ઞ શિક્ષકોને જોડીને ધોરણ 10-12ના વિજ્ઞાન પ્રવાહના છાત્રોને કોચીંગ આપવાનું શરૂ કર્યું છે. એટલું જ નહીં, કોચીંગ મેળવનારાં છાત્રોએ ઉજ્જવળ પરિણામ હાંસલ કર્યાં છે. સંસ્થા સાયન્સ ઉપરાંત તબીબી વિદ્યાશાખા માટેની પ્રવેશપરીક્ષા-NEETની પણ તૈયારી કરાવે છે.’ કોરોનાની મહામારીમાં સરકારી ગાઈડલાઈન મુજબ હાલ છાત્રોને વિવિધ ચાર તબક્કામાં ઓનલાઈન કોચીંગ અપાય છે. પ્રથમ તબક્કામાં દરેક વિષયનું એક ચેપ્ટર પૂર્ણ કરાવી 10 દિવસ વિડિયો દ્વારા કોચીંગ અપાય છે. જેની છાત્રો નોટ બનાવી ક્લાસમાં મોકલી આપે છે. ત્યારબાદ ઘેરબેઠાં જ તેમને પ્રશ્નપત્રો મોકલી વાલીની હાજરીમાં પરીક્ષા લેવાય છે. જો પચાસ ટકાથી ઓછું પરિણામ આવે તો વિદ્યાર્થી સાથે વાલીને રૂબરૂ બોલાવી પરિણામલક્ષી ચર્ચા કરવામાં આવે છે. ધોરણ 10 અને 12ના પરિણામો જાહેર થઈ ગયાં છે ત્યારે ઉત્સુક છાત્રો માટે એડમિશન પ્રક્રિયા હજુ ચાલું છે. આલ્ફા પ્લસના આગમન બાદ હવે વાલીઓ તેમના સંતાનોને કચ્છ બહાર મોકલવાના બદલે ભુજમાં જ ભણાવતાં થયાં છે તેનો મોરાણીએ સંતોષ વ્યક્ત કર્યો છે.* * *
Share it on
|