click here to go to advertiser's link
Visitors :  
01-Apr-2025, Tuesday
Home -> Business -> KASEZ celebrates its 56th foundation day 28K get direct employment here
Monday, 09-Mar-2020 - Kandla 8935 views
કંડલા સ્પેશિયલ ઈકોનોમિક ઝોનની સ્થાપનાની 56મી વર્ષગાંઠઃ 28 હજારને સીધો રોજગાર
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ 1965માં દેશના પૂર્વ વડાપ્રધાન દિવંગત લાલબહાદૂર શાસ્ત્રીના હસ્તે શરૂ થયેલાં કંડલા સ્પેશિયલ ઈકોનોમિક ઝોને શનિવારે 56મો સ્થાપનાનો દિવસ ઉજવ્યો હતો. 7 લાખની નિકાસથી શરૂ થયેલાં કાસેઝે 56 વર્ષની મજલમાં આ આંકડો 7 હજાર 581 કરોડ પર પહોંચાડ્યો છે. જેનું યોગદાન જાય છે કાસેઝના વર્તમાન ઝોનલ ડેવલોપમેન્ટ કમિશનર ડૉ. અમિયા ચંદ્રાને.

કચ્છમાં સૌથી વધુ રોજગાર એકમાત્ર કાસેઝ આપી રહ્યું છે. અંદાજે 28 હજાર લોકો કાસેઝમાં  પ્રત્યક્ષ રીતે રોજગાર મેળવી રહ્યાં છે. જે પૈકી 34 ટકા મહિલાઓ છે. રોજગાર જ નહીં કાસેઝ મોટું વિદેશી હૂંડિયામણ પણ રળી આપે છે. અહીંથી કેમિકલ્સ, એન્જિનીયરીંગ પ્રોડક્ટસ, કોસ્મેટિક્સ, એગ્રો ફુડ પ્રોડક્ટ વગેરે વસ્તુઓની નિકાસ થાય છે. સ્થાપના દિનની ઉજવણી અંતર્ગત 2018-2019નાં વર્ષમાં સૌથી વધુ નિકાસ કરનારાં 16 એકમો અને તેના ઉદ્યોગપતિઓનું હોટેલ રેડીસન ખાતે ખાસ સન્માન કરવામાં આવ્યું હતું. સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે રક્તદાન શિબિર, રમતોત્સવ, મીની મેરેથોન, સાયકલ માર્ચ વગેરે સ્પર્ધાઓનું પણ આયોજન કરાયું હતું. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર દ્વારા કાસેઝ બાદ દેશમાં 7 એસઈઝેડ શરૂ કરાયાં હતા. જે પૈકી કાસેઝની પ્રગતિનો ગ્રાફ પ્રતિવર્ષ ઉપર જ ચઢતો રહ્યો છે.

Share it on
   

Recent News  
પંજાબની ખેપ મારી ૪૧ લાખનું કોકેઈન લાવનાર ભુજના ઢાબામાલિક સહિત બે પેડલર ઝડપાયાં
 
રાપરઃ મદદના નામે હાથ લંબાવીને કૌટુંબિક કાકાએ યુવાન પરિણીતા પર બળાત્કાર ગુજાર્યો
 
દીકરી ભાગી જતાં બિદડાના પરિવારે મંગવાણાની મહિલા તલાટીને એસિડ એટેકની આપી ધમકી