કેન્દ્ર સરકાર રોજબરોજના ઉપયોગમાં આવતી અનેક વસ્તુઓ પર ટુંક સમયમાં જીએસટીના દરોમાં ઘટાડો જાહેર કરશે. જીએસટી પરીષદ લોકો સાથે જોડાયેલી ચીજવસ્તુઓ ઉપરના દરો ઘટાડવા આવશે. હવે પછીની જીએસટી પરીષદની બેઠક ૯મી નવેમ્બરે યોજાવાની છે. આ બેઠકમાં સફેદ ચોકલેટ, મસ્ટર્ડ સોસ, કસ્ટર્ડ પાઉડર, શેમ્પુ અને વાળમાં લગાડવામાં આવતા ક્રિમ પરના દરોને ૧ર ટકાથી ૧૮ ટકા વચ્ચે નક્કી થાય તેવી શકયતા છે. અત્યારે આ બધી વસ્તુઓ ઉપર ર૮ ટકા જીએસટી લાગુ છે. આ જ પ્રકારે સ્ટેશનરી સાથે જોડાયેલી ચીજવસ્તુઓ જેમ કે ફાઇલો, પુસ્તકોના બાઇન્ડીંગ સાથે જોડાયેલી સામગ્રી, લેટર કલીપ્સ, લેટર કોનર્સ, પેપર કલીપ્સ, ઇન્ડેકસીંગ, ટેગ અને ઓફિસમાં ઉપયોગમાં આવતી વસ્તુઓ પર ૧૮ ટકા ટેકસ લાગુ કરવામાં આવ્યો હતો.
સરકાર એવી ચીજવસ્તુઓ ઉપરના ટેકસના દરને ઘટાડવા વિચાર કરી છે જે રોજબરોજ લોકો સાથે જોડાયેલ હોય અને લોકો તેનો ભરપુર ઉપયોગ કરતા હોય. સરકાર ૧૦૦થી વધુ ચીજવસ્તુઓના દર ઘટાડશે કે જેનો ઉપયોગ રોજીંદા વપરાશમાં થતો હોય. આમાંથી મોટાભાગની ચીજવસ્તુઓના કરના દર ર૮ ટકા રાખવામાં આવેલ છે. સરકાર દરોમાં ઘટાડો કરવાની સમીક્ષા કરી રહી છે. રોજબરોજમાં ઉપયોગમાં આવતી અનેક વસ્તુઓ પર જીએસટીના દરોમાં સમાનતા નથી. આ જ કારણ છે કે આવી વસ્તુઓની એક યાદી તૈયાર કરવામાં આવી હતી. જેના પર ગત બેઠકમાં ચર્ચા થઇ હતી. સરકાર ત્રણ મહિનાથી સતત આ મુદે વિવિધ પક્ષકારો પાસેથી સુચનો લઇ રહી છે.
જીએસટી પરીષદની રરમી બેઠકમાં રર વસ્તુઓ તથા પાંચ સેવાઓના ટેકસમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. હવે આગામી બેઠકમાં વધુ ચીજવસ્તુઓ ઉપર ટેકસ ઘટાડવા તૈયારી કરવામાં આવી રહી છે. ઉદ્યોગ સંગઠનોએ પણ ટેકસ ઘટાડો કરવાની માંગણી કરી છે. રોજબરોજના ઉપયોગમાં આવતી ચીજવસ્તુઓ પરનો ટેકસ ર૮ ટકા ટેકસ હોવો ન જોઇએ તેવી સંગઠનોની માંગણી છે.
Share it on
|