કચ્છખબરડૉટકોમ, ભુજઃ રણોત્સવના કારણે કચ્છ વિશ્વ પ્રવાસનના નકશામાં ચમકી રહ્યું છે. ખાસ કરીને, દિવાળી અને શિયાળાની ઋતુમાં દેશ-વિદેશના ટૂરિસ્ટનો પ્રવાહ કચ્છ તરફ વળ્યો છે. પ્રવાસનના કારણે કચ્છમાં હોટેલ ઉદ્યોગનો પણ સારો વિકાસ થયો છે. જો કે, હજુ પણ હોટેલ ઈન્ડસ્ટ્રીનો ખૂબ સારો વિકાસ થઈ શકે તેમ છે. ત્યારે, પ્રવાસીઓની સેવા અને સુવિધા માટે હોટેલ શ્યામ પેલેસના નામે માધાપર-ભુજોડી રોડ પર વધુ એક હોટેલનો આજથી પ્રારંભ થયો છે. આ થ્રી સ્ટાર હોટેલમાં સુપર ડબલરૂમ, સુપર કિંગ રૂમ, લક્ઝરી રૂમ અને શ્યામ સુપીરીયર રૂમ એમ અલગ અલગ કેટેગરીના લક્ઝુરિયસ એસી અને નોન એસી રૂમ સાડા ત્રણથી સાડા પાંચ હજારના દૈનિક કિફાયતી દામે ઉપલબ્ધ છે. પ્રવાસીઓ માટે બેઝમેન્ટમાં જ પાર્કિંગ અને ડ્રાઈવર એકોમોડેશનની સુવિધા છે. તો, હોટેલ સંકુલમાં ફ્રી વાઈ ફાઈ, સેમ ડે લૉન્ડ્રી સર્વિસ, હાઉસકિંપીંગ સર્વિસ, ગાઈડ અને લક્ઝરી ટેક્સી સર્વિસ પણ અવેઈલેબલ છે. પ્રવાસીઓની સલામતી ખાતર હોટેલમાં સર્વત્ર સ્મોક ડીટેક્ટર, સેન્ટ્રલ ફાયર સિસ્ટમ અને સીસીટીવી કેમેરા લાગેલાં છે. હોટેલનું ઈન્ટિરીયર અલગ જ લૂક આપે છે. હોટેલમાં આવેલી રેસ્ટોરન્ટમાં પ્રવાસીઓને વિવિધ રેન્જનું શુધ્ધ શાકાહારી ભોજન પીરસવામાં આવશે. સંચાલકોએ આગામી સીઝનમાં પ્રવાસીઓ માટે આ હોટેલ એક શ્રેષ્ઠ વિકલ્પ બની રહેવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
Share it on
|