click here to go to advertiser's link
Visitors :  
01-Apr-2025, Tuesday
Home -> Business -> AGEL commissions 150 MG Solar Power projects in Kutch
Wednesday, 20-Jan-2021 - Bhuj 15808 views
પડકારો વચ્ચે કચ્છમાં અદાણીનો 150 મેગાવોટ સોલાર પ્લાન્ટ 3 માસ વહેલો કાર્યરત
કચ્છખબરડૉટકોમ, ભુજઃ અદાણી ગ્રીન એનર્જી લિમિટેડની પેટા કંપની અદાણી સોલર એનર્જી કચ્છ વન લિમિટેડે 150 મેગાવોટનો સોલર પાવર પ્રોજેક્ટ નિયત સમય કરતાં 3 મહિના વહેલો શરૂ કરી દીધો છે. કોવિડ-19 મહામારીના પડકારો, કચ્છમાં અભૂતપૂર્વ વરસાદ અને પૂરની પરિસ્થિતિ વચ્ચે અદાણી જૂથે આ સિધ્ધિ હાંસલ કરી છે. આ પ્લાન્ટ ગુજરાત ઉર્જાવિકાસ નિગમ લિમિટેડ (GUVNL) સાથે કિલોવોટ દીઠ રૂ. 2.67ની કિંમતે 25 વર્ષનો વીજ ખરીદીનો કરાર (PPA) ધરાવે છે.

વિવિધ સ્થળે કાર્યરત 80થી વધુ સોલાર અને વિન્ડ પાવર પ્લાન્ટસનું મોનિટરીંગ અને વિશ્લેષણ કરતા અદ્યતન એનર્જી નેટવર્ક ઓપરેશન સેન્ટર સાથે આ પ્લાન્ટને જોડવામાં આવશે. આ પ્રોજેક્ટ કાર્યરત થતાં અદાણી ગ્રીન એનર્જી લિમિટેડની કુલ રિન્યુએબલ ક્ષમતા 14,795 MW થઈ છે. જેમાં 11,670 MWના એવોર્ડેડ અને અમલીકરણ હેઠળના પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. ભારતની કુલ પુનઃપ્રાપ્ય ઊર્જા ઉત્પાદનમાં ગુજરાત આશરે 13 ટકા હિસ્સો ધરાવે છે. 30 GWની નિર્માણ ક્ષમતા સાથે રાજ્ય રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં વિકાસની અદ્દભૂત તકો ધરાવે છે. આ તકોનો લાભ લઈને અદાણી ગ્રીન એનર્જી લિમિટેડે ગુજરાતમાં 635 MWના રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટસ કાર્યરત કર્યા છે,  જ્યારે 4,730 MWના પ્રોજેક્ટસ અમલીકરણ હેઠળ છે. અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના એમડી અને સીઈઓ, વિનીત જૈને જણાવ્યું કે છેલ્લાં 3 માસમાં અદાણી ગ્રીન એનર્જી લિમિટેડે કાર્યરત કરેલો આ ત્રીજો સોલર પ્લાન્ટ છે. આ પેટર્ન અમારી પ્રોજેક્ટ કાર્યરત કરવાનું અને 25 GWની રિન્યુએબલ ક્ષમતા હાંસલ કરવાનું લાંબાગાળાનું વિઝન દર્શાવે છે. આ ઘટના અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના વ્યૂહાત્મક અભિગમ અને  ઉત્તમ સંચાલન મારફતે  ભારતને ગ્રીન ફ્યુચર તરફ લઈ જવાની કટિબધ્ધતા દર્શાવે છે.

Share it on
   

Recent News  
પંજાબની ખેપ મારી ૪૧ લાખનું કોકેઈન લાવનાર ભુજના ઢાબામાલિક સહિત બે પેડલર ઝડપાયાં
 
રાપરઃ મદદના નામે હાથ લંબાવીને કૌટુંબિક કાકાએ યુવાન પરિણીતા પર બળાત્કાર ગુજાર્યો
 
દીકરી ભાગી જતાં બિદડાના પરિવારે મંગવાણાની મહિલા તલાટીને એસિડ એટેકની આપી ધમકી