જિયો ફોન અંગે નવી શરતો જાહેર કરવામાં આવી છે. ફોનના લોન્ચિંગ વખતે મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે આ ફોન એકદમ ફ્રી હશે અને તેના માટે રૂ.1500 ડિપોઝિટ આપવી પડશે જે 3 વર્ષ પછી રીફન્ડ કરવામાં આવશે. પરંતુ હવે કેટલીક શરતો સાથે વહેલો એક્ઝિટ ઓપ્શન અપાશે એવો ખુલાસો રિલાયન્સ જિયો દ્વારા કરવામાં આવ્યો છે. કંપનીના જણાવ્યા અનુસાર, જેઓ 3 વર્ષ પહેલા ફોન પરત કરવા ઇચ્છતા હશે એવા ગ્રાહકોને પૂરી ડિપોઝિટ નહિ પરંતુ તેનો ભાગ મળશે.
નિર્ધારિત 3 વર્ષ પહેલા ફોન પરત પર કેટલું રીફન્ડ?
- જે ગ્રાહક જિયોફોન એક વર્ષની અંદર પાછો આપશે તેમને કોઇ રીફન્ડ નહિ મળે.
- જે ગ્રાહક જિયોફોન વાપરીને 12થી 24 મહિનાની અંદર પાછો આપશે તેને રૂ.500 રીફન્ડ મળશે.
- જે ગ્રાહક 24થી 36 માસની અંદર જિયો ફોન પાછો આપશે તેને રૂ.1000 રીફન્ડ મળશે.
- નિર્ધારિત 36 મહિના સુધી જિયોફોન વાપરીને પરત કરનાર ગ્રાહકને સંપૂર્ણ રૂ.1500 ડિપોઝિટ પાછી મળશે.
- નિર્ધારિત સમયગાળા પહેલા ફોન પરત કરનારને સરકારી ટેક્સ ભરવો પડશે.
4500 રૂપિયા ચુકવ્યા પછી મળશે રૂ.1500 રીફન્ડ?
- જિયોએ તેની સત્તાવાર વેબસાઇટમાં ફોનને પરત કરવા અંગે કેટલીક શરતો જણાવી છે. તે અનુસાર, જો તમે વર્ષ દરમિયાન રૂ.1500નું રીચાર્જ નહિ કરો તો તેમનો ફોન પાછો લઇ લેવાશે.
- જો યુઝર્સ 3 વર્ષ પછી ફોન પરત આપીને રૂ.1500 રીફન્ડ લેવા ઇચ્છતા હોય તો તેમણે 3 વર્ષમાં રૂ.4500નું રીચાર્જ કરાવેલું હોવું જોઇએ.
- જિયોફોનને વાપરવા માટે મહિને રૂ.150 રીચાર્જ કરાવવું આવશ્યક છે.
2500 રૂપિયા છે જિયોફોનની કોસ્ટ
ન્યૂઝ એજન્સી રાઇટર્સના અનુસાર, રિલાયન્સ જિયોનો આ ફોન પોતાના ખર્ચથી 40 ટકા ઓછી કિંમતે વેચાઈ રહ્યો છે. 1500 રૂપિયાના જિયો ફોનની આ સપ્તાહેથી ડિલિવરી શરૂ થવા જઇ રહી છે. જે રિફન્ડેબલ છે. જો કે આ ફોનને એસેમ્બલ કરવાની કોસ્ટ 2500 રૂપિયા આવી રહી છે.
Share it on
|