કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભાજપના સ્થાપક નેતા પંડિત દિનદયાલ ઉપાધ્યાયના ‘એકાત્મ માનવવાદ’ના સિધ્ધાંતને કચ્છ ભાજપના હાલના કેટલાંક છેલબટાઉ યુવા નેતાઓ જાણે અવળા અર્થમાં ચરિતાર્થ કરી રહ્યાં હોય તેવી માહિતી બહાર આવી છે. ભાજપના માંડવી અને લખપતના બે યુવા નેતાઓની અશ્લીલ ચેટ સાથેની અશ્લીલ તસવીર અને વીડિયો ક્લિપ વાયરલ થતાં ભારે ચકચાર મચી ગઈ છે. લખપત તાલુકા ભાજપના એક મહત્વના પદાધિકારી ગણાતા યુવા નેતાની નગ્ન યુવતી સાથે ફોન સેક્સની ૧ મિનિટ ૨૦ સેકન્ડની વીડિયો ક્લિપ છેલ્લાં દસેક દિવસથી વોટસએપ પર ફરી રહી છે. એ જ રીતે, માંડવી શહેર ભાજપના એક યુવા નેતાએ કોઈ મહિલા ફ્રેન્ડ સાથેની ચેટમાં પોતાના ખાસ અંગની પોસ્ટ કરેલી તસવીર અને તે સાથે ઉત્તેજક અશ્લીલ ચેટ પણ ખાસ્સી એવી વાયરલ થઈ રહી છે.
પાર્ટીના કાર્યકરો અને હોદ્દદારોના મોબાઈલમાં ફરી રહેલી આ અશ્લીલ સામગ્રી હવે ગામમાં ફરવા માંડતા કોઠીમાંનો કાદવ બહાર આવ્યો છે.
આ વીડિયો ક્લિપ અને અશ્લીલ ફોટો તથા ચેટના સ્ક્રીનશોટ અસલી કે સાચાં જ છે તેવી કોઈ પુષ્ટિ કચ્છખબર નથી કરતું. તેથી જ અત્રે આ યુવા નેતાઓનો નામોલ્લેખ કર્યો નથી. સૌ કોઈ મોઢું સીવીને બેઠું છે. ભૂતકાળમાં ખારેક કાંડના છાંટા ભાજપના અગ્રણી નેતાઓ પર ઉડ્યાં હતા તેમાંથી ધડો લઈને પાર્ટી આ મામલે ડેમેજ કંટ્રોલ કરવા શું કરે છે તેના પર પાર્ટીના જ લોકોની મીટ મંડાયેલી છે.
Share it on
|