click here to go to advertiser's link
Visitors :  
24-Apr-2025, Thursday
Home -> Bhuj -> Madhapar police arrests So called Journalist and RTI Activist Couple in rape case
Monday, 21-Apr-2025 - Bhuj 11081 views
બ્લેકમેઈલીંગ અને રેપ કેસમાં ભુજના કહેવાતા RTI એક્ટિવિસ્ટ કમ પત્રકાર યુગલની ધરપકડ
કચ્છખબરડૉટકોમ, ભુજઃ માધાપરની મહિલાને બ્લેકમેઈલ કરીને પચાસ હજાર રૂપિયા પડાવવાના તથા વારંવાર દુષ્કર્મ આચરવાના ગુનામાં પોલીસે ભુજના  સલીમ મામદ કુંભાર અને તેની પત્ની હમીદાની ધરપકડ કરી છે. સલીમ વારંવાર RTI કરી તથા પોતાને પત્રકાર ગણાવીને સરકારી તંત્રો પર દબાણ લાવવાની ટેવવાળો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. સલીમ અને તેની પત્ની હમીદા સામે અગાઉ ભુજ એ અને બી ડિવિઝન પોલીસ મથકોમાં પાંચ ગુનાઓ દાખલ થયાં હોવાનું પોલીસે જણાવ્યું છે.
સલીમ હમીદા સામે નોંધાયેલા ગુનાની હિસ્ટ્રી 

ભુજના કેમ્પ એરિયાના ડી.પી. ચોકમાં રહેતા સલીમ કુંભાર સામે અગાઉ ૨૪ વર્ષિય મહિલા વકીલની છેડતી તથા તેને પતાવી દેવાની ધમકી આપવી, ભુજ એ ડિવિઝન પોલીસ મથકમાં સાગરીતો સાથે જઈને એએસઆઈને સસ્પેન્ડ કરાવી દેવાની ધમકી આપવા સાથે ધક્કો મારીને ફરજમાં રૂકાવટ કરવો, પડોશમાં રહેતાં  યુવક અને તેના પરિવાર જોડે અંગત અદાવતમાં ઝઘડા કરી ધમકીઓ આપવી તથા એક ગુનામાં આરોપીના જામીન કરાવવા આવેલા ૬૦ વર્ષિય વૃધ્ધની સરકારમાં મિલકત જપ્ત કરાવી દેવા સહિતની ધમકી આપવી મળી પાંચ ગુના દાખલ થયેલાં છે. જેમાં ત્રણ ગુનામાં તેની પત્ની હમીદા પણ સહઆરોપી હતી.

યુગલે દોઢસોથી વધુ અરજી, RTI, અપીલો કરેલી છે

માધાપર પોલીસે જણાવ્યું કે આરોપી પોતાની પત્રકાર તરીકે ઓળખ આપીને ગમે ત્યાં દમ મારતો ફરતો રહેતો હતો. એટલું જ નહીં, છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન તેણે વિવિધ સરકારી વિભાગોમાં ૧૨૦ અરજીઓ કરેલી છે. રાઈટ ટૂ ઈન્ફોર્મેશન એક્ટ તળે ૩૨ અરજીઓ કરેલી છે જે પૈકી ૧૬ અપીલ કરેલી છે. પોલીસ વિરુધ્ધ પણ ૧૩ અરજીઓ કરેલી છે. તેની પત્ની હમીદાએ પણ છેલ્લાં ૩ વર્ષમાં ૪ અરજી કરેલી છે. પોલીસ સામે બે અરજી કરેલી છે.

સલીમ હમીદા માધાપર પોલીસના સજ્જડ સકંજામાં

માધાપરની મહિલા સાથે પરિચય કેળવ્યાં બાદ સલીમ અને હમીદાએ તેને પુત્રના બર્થડેની ઉજવણીના નામે ઘરે બોલાવેલી. ત્યારબાદ મહિલાને જ્યુસમાં કોઈ કેફી પીણું પીવડાવી દેતાં તેને ઘેન ચઢેલું અને તે ઊંઘી ગયેલી. સલીમ હમીદાએ આ મહિલાનો નગ્ન ફોટો પાડીને તેને બ્લેકમેઈલ કરવાનું શરુ કરીને અલગ અલગ સમયે પચાસ હજાર રૂપિયા પડાવેલાં. એટલું જ નહીં, સલીમે ફોટો વાયરલ કરવાની તથા મહિલાની દીકરીને મારી નાખવાની ધમકી આપીને અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મનો છઠ્ઠો ગુના દાખલ થયા બાદ સલીમ અને તેની પત્ની હમીદાની ધરપકડ કરીને માધાપર પોલીસે તેમની આખી કરમકુંડળી તૈયાર કરી છે. પીઆઈ ડી.એમ. ઝાલાએ આ યુગલ સામે કોઈ ફરિયાદ હોય તો લોકોને નિઃસંકોચ આગળ આવી ફરિયાદ નોંધાવવા અપીલ કરી છે.

Share it on
   

Recent News  
૨૩ વર્ષ જૂનાં કેસમાં કૉર્ટે ૫ વર્ષની કેદ કરી પણ આરોપી કે ફરિયાદીનો પત્તો જ નથી!