કચ્છખબરડૉટકોમ, અંજારઃ અંજારના વરસામેડી પાસે આવેલી વેલસ્પન કંપનીની લેબર કોલોની પાછળ બાવળની ઝાડીમાં 22 વર્ષિય શ્રમિક યુવકની હત્યા કરી ફેંકી દેવાયેલો મૃતદેહ મળતાં પોલીસમાં દોડધામ મચી ગઈ છે. પોલીસે સરકાર તરફે અજાણ્યા શખ્સ સામે હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. મરણ જનાર વિનયકુમાર યાદવ બિહારનો વતની હતો અને વેલસ્પનમાં મજૂરી કરતો હતો. ગત રાત્રે 8 વાગ્યા પછી ગૂમ થયો હતો તેવું તેને ઓળખતાં સાથી મજૂર રાહુલ યાદવે પોલીસને જણાવ્યું હતું.
વિનયના ગળામાં જમણા ભાગે, માથામાં પાછળના ભાગે અને બંને હાથની આંગળીઓમાં તીક્ષ્ણ હથિયારથી થયેલી ઈજાના નિશાન જોવા મળ્યાં છે.
વેલસ્પન કંપનીમાં આવેલી પતરાં કોલોની પાછળ બાવળની ઝાડીમાં લાશ પડી હોવાની સવારે 10 વાગ્યે માહિતી મળતાં પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. વિનયની હત્યા કોણે કરી અને શા માટે તે સહિતના મુદ્દે અંજાર પીઆઈ એ.આર. ગોહિલ અને તેમની ટીમે ગહન તપાસ હાથ ધરી છે.
Share it on
|