click here to go to advertiser's link
Visitors :  
03-Apr-2025, Thursday
Home -> Anjar -> Anjar Money lender trio now detained under PASA after GUJCTOC
Wednesday, 26-Feb-2025 - Anjar 29032 views
વ્યાજખોરી પઠાણી ઊઘરાણી બદલ અંજારના કુખ્યાત ભાઈ બહેનોની ત્રિપુટી પાસામાં ધકેલાઈ
કચ્છખબરડૉટકોમ, અંજારઃ અંજારમાં વ્યાજખોરી માટે કુખ્યાત ગોસ્વામી બંધુ અને બે બહેનની ત્રિપુટી પર પૂર્વ કચ્છ પોલીસે ગુજસીટોક બાદ હવે પાસાનું શસ્ત્ર ઉગામ્યું છે અને ત્રિપુટીને ‘અંદર’ કરી દીધી છે. આરતી ઈશ્વરગર ગોસ્વામી, તેની બહેન રીયા અને ભાઈ તેજસ ત્રણે સામે વ્યાજખોરીના વિવિધ ગુનાનો ઈતિહાસ હોઈ પોલીસે ૬-૦૯-૨૦૨૪ના રોજ ત્રણે પર ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરી તેમની ધરપકડ કરેલી.

રાજ્યના ઈતિહાસમાં પહેલીવાર સગાં ભાઈ બહેનોની ત્રિપુટીને ગેરકાયદે વ્યાજે નાણાં ધીરધાર અને પઠાણી ઉઘરાણીની પ્રવૃત્તિ બદલ ગુજસીટોકમાં ધકેલાઈ હતી. થોડાંક માસ ત્રણે વારાફરતી જામીન પર બહાર આવી ગયાં હતાં.

જામીન પર છૂટ્યાં બાદ પણ ભાઈ બહેનોની ત્રિપુટીએ ગેરકાયદે વ્યાજ વટાવનો ધંધો ચાલું રાખ્યો હોઈ પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ત્રણે સામે પાસા (પ્રિવેન્શન ઑફ એન્ટી સોશિયલ એક્ટિવીટીઝ એક્ટ) હેઠળ કાર્યવાહી કરવા જિલ્લા મેજિસ્ટ્રેટને દરખાસ્ત કરી હતી.

જિલ્લા મેજિસ્ટ્રેટની મંજૂરી મળતાં જ આજે એલસીબી અને અંજાર પોલીસે સંયુક્ત કામગીરી હાથ ધરીને ત્રણેની અટકાયત કરી લીધી છે. બંને બહેનોને અમદાવાદ મધ્યસ્થ જેલ અને ભાઈને રાજકોટ જેલ ધકેલી દેવાયાં છે. ઉલ્લેખનીય છે કે આરોપીઓ સામે અગાઉ વ્યાજખોરી બદલ બે લોકોની આત્મહત્યાના જુદાં જુદાં બે ગુના પણ દાખલ થયેલાં છે. અંજારના પીઆઈ એ.આર. ગોહિલ અને એલસીબી પીઆઈ એન.એન. ચુડાસમા તથા સ્ટાફે સંયુક્ત ઓપરેશન હાથ ધરી ત્રણેની અટક કરી હતી.

Share it on
   

Recent News  
ભુજ હની ટ્રેપકાંડમાં છઠ્ઠો આરોપી ઝડપાયોઃ મુસ્કાનનો કાકાજી સસરો બનેલો હાસમ ઝબ્બે
 
કંડલા પોલીસે બિહારમાં ‘મજૂર’ બની ગાંજાના ૩ કેસમાં ફરાર રીઢા આરોપીને ઝડપી પાડ્યો
 
૧ વર્ષમાં ૨૦૦ MMT કાર્ગો હેન્ડલ કરી મુંદરા અદાણી પોર્ટે ભારતમાં સર્જ્યો ઈતિહાસ