click here to go to advertiser's link
Visitors :  
04-Apr-2025, Friday
Home -> Abdasa -> Rain Fury looming over Kutch Incessant rains cripples public life across
Thursday, 29-Aug-2024 - Abdasa 2726 views
પશ્ચિમ કચ્છમાં વરસી રહેલાં અનરાધાર વરસાદથી જળ હોનારતની તોળાતી ભીતિ
કચ્છમાં અનરાધાર વરસી રહેલાં વરસાદનું જોર જેમ જેમ ડિપ્રેશન ધીમી ગતિએ કચ્છમાં આગેકૂચ કરી રહ્યું છે તેમ તેમ વધી રહ્યું છે. આજે બપોરે ૧૨ સુધીના ૩૦ કલાકમાં માંડવી, મુંદરા, નખત્રાણા, અબડાસા, લખપત, અંજારમાં વરસાદનું જોર વધુ રહ્યું છે. ડીપ ડિપ્રેશનની અસર તળે રવિ-સોમવારની મધરાત્રિથી શરૂ થયેલાં અનરાધાર વરસાદથી આજે બપોરના  ૧૨ વાગ્યા સુધીમાં માંડવીમાં સર્વાધિક ૨૬ ઈંચ પાણી વરસી ગયું છે. નખત્રાણા અને અબડાસામાં ૨૦-૨૦ ઈંચ પાણી વરસ્યું છે, અડધો વરસાદ છેલ્લાં ૩૦ કલાકમાં વરસ્યો છે!

છેલ્લાં ૩૦ કલાકમાં અબડાસામાં ૧૩ ઈંચ, માંડવીમાં સાડા ૧૨ ઈંચ, લખપતમાં સાડા નવ ઈંચ અને નખત્રાણામાં ૯ ઈંચ વરસાદ ખાબક્યો છે. સતત વરસી રહેલાં ભારે વરસાદના કારણે શહેરોના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં વિવિધ પ્રકારની સમસ્યાઓનું સર્જન થયું છે. અત્રે છેલ્લાં ચાર દિવસ દરમિયાન વરસેલાં વરસાદના આંકડા રજૂ કર્યાં છે.

♦આંકડા સવારે ૬થી બીજા દિવસે સવારે ૬ વાગ્યે પૂરાં થતાં ૨૪ કલાકના છે

♦(આંકડા મિલીમીટરમાં છે, ૨૫ મિ.મી. બરાબર ૧ ઈંચ)

તાલુકો 

૨૬/૦૮

૨૭/૦૮

૨૮/૦૮

૨૯/૦૮ 

કુલ 

લખપત

  ૦૦   ૮૦    ૪૬   ૨૨૬

૩૫૨

રાપર

  ૬૮   ૫૭   ૧૬   ૨૮

૧૬૯

ભચાઉ 

  ૪૫   ૫૯   ૪૧   ૩૬

૧૮૧

અંજાર

  ૩૩   ૫૫   ૩૩   ૧૨૪

૨૪૫

ભુજ

  ૧૯   ૯૦   ૬૪   ૮૬

૨૫૯

નખત્રાણા

  ૩૩   ૨૩૩   ૨૩   ૨૦૩

૪૯૨

અબડાસા

  ૦૦   ૭૨   ૯૪   ૨૭૫

૪૪૧

માંડવી

  ૨૮   ૨૪૫   ૫૫   ૧૮૨

૫૧૦

મુંદરા

  ૧૨   ૯૯   ૬૩   ૯૭

૨૭૧

ગાંધીધામ

  ૩૫    ૨૭   ૩૩   ૭૨

૧૬૭

 

આજનો વરસાદ

તાલુકો

૬થી ૮

૮થી ૧૦

૧૦થી ૧૨

લખપત

૦૦  ૧૧  ૦૦ 

રાપર

ભચાઉ

૩૦

અંજાર

૩૨ ૧૨

ભુજ

૧૬ ૧૧

નખત્રાણા

અબડાસા

૨૩ ૩૦

માંડવી

૫૪ ૫૬ ૨૩

મુંદરા

૭૨ ૨૧

ગાંધીધામ

૧૫ ૧૩

 

Share it on
   

Recent News  
ભુજના મેઘપરની ગૃહિણીને ભોળવીને અજાણી મહિલા તાંત્રિક ૧.૪૧ લાખના દાગીના મેળવી ફરાર
 
ભુજ હની ટ્રેપકાંડમાં છઠ્ઠો આરોપી ઝડપાયોઃ મુસ્કાનનો કાકાજી સસરો બનેલો હાસમ ઝબ્બે
 
કંડલા પોલીસે બિહારમાં ‘મજૂર’ બની ગાંજાના ૩ કેસમાં ફરાર રીઢા આરોપીને ઝડપી પાડ્યો