click here to go to advertiser's link
Visitors :  
20-Apr-2024, Saturday
Home -> Vishesh -> Raccoon a north American mamal become exclusive guest of Gandhidham
Wednesday, 15-Nov-2017 - Bhuj 110348 views
ભૂલથી કંડલા આવી ચડેલાં અમેરીકન પ્રાણીએ સર્જ્યું ભારે આકર્ષણ
કચ્છખબરડૉટકોમ, ભુજઃ રેક્કુન. આ નામ છે ઉત્તર અમેરીકામાં જોવા મળતાં એક સસ્તન નિશાચર પ્રાણીનું. આ પ્રાણી ભૂલથી છેલ્લાં એક અઠવાડીયાથી કંડલા-ગાંધીધામનું મહેમાન બન્યું છે. ભારતમાં પ્રથમવાર આ પ્રાણી કચ્છનું મહેમાન બન્યું છે. રેક્કુનને મેળવવા માટે અમદાવાદનું કાંકરીયા પ્રાણી સંગ્રહાલય ભારે તલપાપડ બન્યું છે. રેક્કુન નામનું આ પ્રાણી કંડલા બંદરે ટીમ્બરના કોઈ જહાજમાં ભૂલથી બેસીને કંડલા બંદરે આવી ચડ્યું હોવાનું વન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું છે.

ઉત્તર અમેરીકામાં મોટી સંખ્યામાં રેક્કુન જોવા મળે છે. આ પ્રાણીને ગત દસમી તારીખે કોઈ વ્યક્તિ ગળપાદરમાં ગોરક્ષા સમિતિ સંચાલિત ગાયોના વાડામાં મુકી ગયું હતું. હાલ તેને અહીં એક પાંજરામાં રખાયું છે. પૂર્વ કચ્છના નાયબ વનસંરક્ષક પી.એ.વિહોલે કચ્છખબરને જણાવ્યું કે રેક્કુન ગુજરાતમાં જોવા મળતા વનીયરને મળતું આવતું તેનાથી થોડુંક મોટું હોય છે. શરીરે ચોતરફ ફરથી ઢંકાયેલું રેક્કુન તીક્ષ્ણ દાંત ધરાવે છે. તે મિશ્રાહારી છે. શાકભાજી, ઈંડા અને દેડકાં જેવા નાના જીવોનું ભક્ષણ કરે છે. કચ્છમાં જોવા મળેલું રેક્કુન એકદમ તંદુરસ્ત છે. સામાન્યતઃ રેક્કુનની લંબાઈ 40થી 70 સેન્ટીમીટર હોય છે અને વજન સાડા ત્રણથી 9 કિલોગ્રામ સુધીનું હોય છે. સામાન્ય રીતે સ્વબચાવ કરવા સિવાય તે કોઈના પર હુમલો કરતું નથી.

રેક્કુનને મેળવવા કાંકરીયા ઝુએ મોકલી દરખાસ્ત

ભારતમાં પહેલીવાર જોવા મળેલા રેક્કુનને પોતાને ત્યાં મોકલવા અમદાવાદના કાંકરીયા પ્રાણી સંગ્રહાલયે વન તંત્રને દરખાસ્ત કરી છે. કાંકરીયા ઝુએ જણાવ્યું છે કે તેમને ત્યાં નિશાચર પ્રાણીઓ માટે ખાસ 18 કરોડના ખર્ચે ‘નોક્ટર્નલ હાઉસ’ બનાવાયેલું છે. બીજી તરફ, આ પ્રાણી જૂનાગઢના સક્કરબાગ ઝુમાં મોકલવા અંગે પણ ચર્ચા ચાલી રહી છે. વિહોલે જણાવ્યું કે રેક્કુનને ક્યાં મોકલવું તેનો અંતિમ નિર્ણય રાજ્યનો વનવિભાગ લેશે.

Share it on
   

Recent News  
સ્ટર્લિંગ હોસ્પિટલનો કર્મચારી આયુષ્માન કાર્ડ કાઢી આપવા ૫૦૦ રૂપિયા પડાવતાં ઝડપાયો
 
અંજારમાં ૧૪ ગુંઠા સરકારી જમીન ગેરકાયદે પધરાવવાના ગુનામાં શર્માની જામીન અરજી રદ્દ
 
નશાનો કરંટ આપવા આયુ. સિરપમાં સેનિટાઈઝર અને દેશી દારૂ મિક્સ કરવાનું કારસ્તાન!