click here to go to advertiser's link
Visitors :  
20-Apr-2024, Saturday
Home -> Vishesh -> Primary teachers plea to DPEO on sexual harrasment against Principal
Saturday, 24-Feb-2018 - Bhuj 51438 views
વીંઢની શિક્ષિકાની આચાર્ય સામે જાતિય સતામણી-ધાકધમકીની અરજી

કચ્છખબરડૉટકોમ, ભુજઃ માંડવી તાલુકાના વીંઢ ગામે છેલ્લાં 8 વર્ષથી શિક્ષિકા તરીકે ફરજ બજાવતી મહિલાએ શાળાના આચાર્ય વિરૂધ્ધ જાતિય સતામણીનો ગંભીર આરોપ કરી તેની માંગણીઓને તાબે થવા માટે તે ધાકધમકી કરતા હોવાની જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને અરજી કરી હોવાનો કિસ્સો બહાર આવતાં ચકચાર મચી ગઈ છે. ગત 31મી જાન્યુઆરીના રોજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને ઉદ્દેશીને મોકલેલી લેખીત અરજીમાં આ શિક્ષિકાએ બાયઠ ગૃપ શાળાના આચાર્ય સામે આરોપ કર્યો છે કે, તે તેની સમક્ષ બિભત્સ માંગણી કરી રહ્યા છે. જો તેને વશ ના થાય તો તેનું અપહરણ કરી ખરાબ હાલત કરવાની અને મારી નાખવાની મૌખિક અને ટેલિફોનિક ધાકધમકી કરે છે. મહિલા શિક્ષિકાએ આચાર્યની ધાકધમકીના પૂરાવારૂપે ઑડિયો રેકોર્ડિંગ હોવાનું જણાવ્યું હતું. આચાર્યએ પોતાનું જીવન હરામ કરી નાખ્યું હોવાનો આરોપ કરી શિક્ષિકાએ તેની પાસે હવે આપઘાત કે આત્મવિલોપન કરવા સિવાય બીજો કોઈ આરો ના હોવાનું જણાવ્યું છે. આચાર્યની હરકતો અંગે શિક્ષિકાએ માંડવીના પીએસઆઈ સોનારાને મૌખિક રજૂઆત-ફરિયાદ કરી હતી. પરંતુ, આચાર્ય સુધરતો નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર શિક્ષિકા મૂળ ઉત્તર ગુજરાતની વતની છે. તેની 2014માં રાપર ખાતે બદલી પણ થઈ હતી. પરંતુ, શાળામાં મહેકમ ઘટ હોઈ તેને આજ દિન સુધી છુટ્ટી કરાઈ નથી. શિક્ષિકાએ આ બનાવમાં આચાર્ય સામે પગલાં લેવા અને પોતાને જીવનું જોખમ હોવાનું જણાવી રાપર જવા રીલીવ કરવા ડીપીઈઓને રજૂઆત કરી છે.

અરજીની તપાસ ચાલુ છેઃ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી

એક મહિના જૂની અરજી સંદર્ભે કચ્છખબરે ડીપીઈઓ સંજય પરમાર સાથે વાત કરી તો તેમણે જણાવ્યું કે અરજી મને મળી છે અને આ બનાવને ગંભીરતાથી લઈ મેં કેળવણી નિરીક્ષકને તપાસ સોંપી છે. તપાસનો રીપોર્ટ આવ્યા બાદ પગલાં લેવામાં આવશે. શિક્ષિકાએ રૂબરૂ આવી પોતાની સમક્ષ રજૂઆત કરી હોવાનું અને તેની પાસે રહેલું ઑડિયો રેકોર્ડિંગ સંભળાવ્યું હોવાનું પણ સંજય પરમારે જણાવ્યું છે.

સરકારી તંત્રો શા માટે ચૂપ?

દેશનું ભાવિ ઘડતી એક શિક્ષિકા જાતિય સતામણી સામે અવાજ ઉઠાવે તેને ધાકધમકી કરાય તો પણ સરકારી તંત્રોના પેટનું પાણી શા માટે હલતું નથી તે સમજાતું નથી. શિક્ષિકાની આ અરજી 25 દિવસ જૂની છે. પણ તંત્રએ સરકારી રાહે કેળવણી નિરીક્ષકને તપાસ સોંપી છે. આ બનાવમાં શિક્ષિકાએ સ્થાનિક પીએસઆઈ પાસે પણ ગુહાર લગાવી પરંતુ તેમ છતાં કોઈ એક્શન લેવાયાં નથી. ખરેખર તો આ કોગ્નિઝેબલ ઓફેન્સ છે અને તેમાં ફોજદારી રાહે પગલાં લેવાય તે જરૂરી છે. વક્રતા એ છે કે, શિક્ષિકાએ ડીપીઈઓને ઉદ્દેશીને લખેલી આ અરજીની એક એક કોપી ડીડીઓ, કલેક્ટર, એસપી, મહિલા આયોગ અને પ્રાથમિક શિક્ષણ નિયામકને પણ રવાના કરી છે. તેમ છતાં કોઈના પેટનું પાણી હલ્યું નથી તે આઘાતજનક બાબત છે.

Share it on
   

Recent News  
અંજારમાં ૧૪ ગુંઠા સરકારી જમીન ગેરકાયદે પધરાવવાના ગુનામાં શર્માની જામીન અરજી રદ્દ
 
નશાનો કરંટ આપવા આયુ. સિરપમાં સેનિટાઈઝર અને દેશી દારૂ મિક્સ કરવાનું કારસ્તાન!
 
કચ્છની ધરા પર એનાકોન્ડાનો બાપ એવો વાસુકિ નાગ વિચરતો હોવાનો વૈજ્ઞાનિકોનો ઘટસ્ફોટ