click here to go to advertiser's link
Visitors :  
20-Apr-2024, Saturday
Home -> Vishesh -> Handicapped Nandlal Chhanga from Ratnal is Election Icon for Kutch Know why
Tuesday, 31-Oct-2017 - Bhuj 161905 views
બાબાગાડીમાં ફરતો રતનાલનો નંદલાલ બન્યો કચ્છનો ઈલેક્શન ICON
કચ્છખબરડૉટકોમ, ભુજ(ઉમેશ પરમાર દ્વારા) ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ વખતે મતદાન કરવા માટે કચ્છના મતદારોને પ્રેરણા આપશે અંજારના રતનાલ ગામનો 32 વર્ષિય વિકલાંગ નંદલાલ છાંગા. કેલ્શિયમની ખામીના કારણે બાળપણથી જ નંદલાલ શરીરે પંગુ બની ગયેલો. પંગુતા છતાં 18 વર્ષની ઊંમરનો થયો ત્યારથી દરેક ચૂંટણીમાં તે હોંશભેર મતદાન કરે છે. મતદાન માટે નંદલાલની ધગશ જોઈ ચૂંટણી પંચે તેને ‘ઈલેક્શન આઈકોન’ તરીકે પસંદ કર્યો છે.

સમગ્ર રાજ્યભરમાંથી આવા એકસોથી વધુ વિશિષ્ટ લોકો આઈકોન માટે પસંદ થયેલાં છે. જેમાં ક્રિકેટર ચેતેશ્વર પૂજારા પણ સામેલ છે. વિધાનસભાની ચૂંટણી વખતે નંદલાલ ચૂંટણી પંચના સહયોગથી ગામેગામ ફરીને પોતાનો દાખલો આપી લોકોને મતદાન કરવા પ્રેરણા આપશે. કચ્છખબર સાથે વાત કરતાં નંદલાલ છાંગાએ જણાવ્યું કે, પહેલાં મને મતદાન કરવા જવું હોય તો ખૂબ મુશ્કેલી પડતી. માંડ બે ફૂટની ઊંચાઈ, ના હાથ, ના પગની મદદ..બાબાગાડીમાં બેસીને મતદાન કરવા જાઊ ત્યારે લોકો કૂતુહલથી મારી સામે જોતાં રહેતાં. પણ, હવે ચૂંટણી પંચ મને સારી સગવડ આપે છે. ચૂંટણી સ્ટાફ મારા માટે ખાસ ઈવીએમ નીચે લાવે છે. આ વખતે દિવ્યાંગો માટે ચૂંટણી પંચે મતદાન મથકે વ્હિલચેર અને સહાયકો આપવાની કરેલી સુવિધાની નંદલાલે પ્રશંસા કરી છે. પોતાની ઈલેક્શન આઈકોન તરીકે પસંદગી થઈ તે બદલ નંદલાલ ગૌરવ અનુભવે છે. નંદલાલની બે બહેનો પણ કેલ્શિયમની ખામીથી પંગુતાનો શિકાર બનેલી છે. પંગુતા છતાં નંદલાલ ટેશથી તેની બાબાગાડીમાં ગામમાં ઘુમતો રહે છે. નંદલાલનો મતદાન માટેનો આ ઉત્સાહ સાચ્ચે જ ઈલેક્શન આઈકોન તરીકે તેની થયેલી પસંદગીને યથાર્થ ઠેરવે છે.

Share it on
   

Recent News  
સ્ટર્લિંગ હોસ્પિટલનો કર્મચારી આયુષ્માન કાર્ડ કાઢી આપવા ૫૦૦ રૂપિયા પડાવતાં ઝડપાયો
 
અંજારમાં ૧૪ ગુંઠા સરકારી જમીન ગેરકાયદે પધરાવવાના ગુનામાં શર્માની જામીન અરજી રદ્દ
 
નશાનો કરંટ આપવા આયુ. સિરપમાં સેનિટાઈઝર અને દેશી દારૂ મિક્સ કરવાનું કારસ્તાન!