click here to go to advertiser's link
Visitors :  
20-Apr-2024, Saturday
Home -> ચૂંટણીનૠ-> Vasanbhai getting unprecedented support from various village of Anjar constituency
Wednesday, 06-Dec-2017 - Anjar 2239 views
અંજારના ગામોમાં વાસણભાઈ આહીરને મળતું અભૂતપૂર્વ જનસમર્થન
કચ્છખબરડૉટકોમ, અંજારઃ અંજાર બેઠક પર ભાજપના ઉમેદવાર વાસણભાઈ આહીરે વીડી, ટપ્પર, શક્તિનગર, મોડવદર, પશુડા વગેરે ગામોમાં વિદ્યુતવેગી પ્રવાસ કરી ભારે જનસમર્થન મેળવ્યું હતું. દરેક ગામમાં વાસણભાઈનું ભવ્ય સામૈયું કરવામાં આવ્યું હતું. મોડવદરમાં વાસણભાઈને ઘોડા પર બેસાડી તો ટપ્પરમાં ઊંટ પર બેસાડી કચ્છી પાઘડી પહેરાવાઈ તેમને સહર્ષ આવકાર અપાયો હતો. પ્રવાસમાં જીવાભાઈ શેઠ, મશરૂભાઈ રબારી, ડાયાભાઈ રબારી તેમજ રબારી સમાજના આગેવાનો ભુરાભાઈ રબારી, બાબુભાઈ રબારી,

ભીખાભાઈ રબારી, શંભુભાઈ રબારી, મોડવદરના પૂર્વ સરપંચ દેવદાનભાઈ મ્યાજર, મોતીભાઈ જેસંગ, પૂર્વ સરપંચ રાધેશ્યામ અયાચી, ટપ્પરના સરપંચ રાંભઈબેન વગેરે જોડાયાં હતા. પોતાને ભવ્ય આવકાર આપવા બદલ વાસણભાઈએ લોકોનો આભાર માની કાયમ માટે તેમના ઋણી રહેવાનો કોલ આપી આગામી દિવસોમાં વધુ વિકાસકામો કરવાની તત્પરતા દાખવી હતી. તાલુકાના વાડા, ખંભરા, સિનુગ્રા, નાની નાગલપર, મોટી નાગલપર, દેવળીયા, કુંભારીયા, બિટ્ટા વલાડીયા,ઉગમણા-આથમણા વલાડીયા, વીરા વગેરે ગામોના જનસંપર્ક દરમિયાન લોકોએ ભારે પ્રેમ અને ઉમળકાથી વાસણભાઈને આવકારી તેમના ભવ્યાતિભવ્ય વિજયની કામનાઓ વ્યક્ત કરી હતી. વાસણભાઈ સાથે નગરપાલિકા પ્રમુખ પુષ્પાબેન ટાંક, શંભુભાઈ આહીર, દેવજી સોરઠીયા, મનજી મેમા આહીર, નિયતિબેન પોકાર, પૂર્વ ધારાસભ્ય ગોપાલ ધુઆ, વસંતભાઈ કોડરાણી વગેરે જોડાયાં હતા. અખિલ કચ્છ કોલી સમાજના ઉપ પ્રમુખ જુસબભાઈ કોલી સહિત અનેક લોકો ભાજપમાં જોડાયાં હતા. આ તકે મનરેગા કાઊન્સિલના ડાયરેક્ટર મનજીભાઈ આહીરે કોંગ્રેસની નીતિ-રીતિ પર પ્રહાર કર્યા હતા તેમ શૈલેષ પટેલ, કાનજી શેઠની યાદીમાં જણાવાયું હતું.

Share it on
   

Recent News  
સ્ટર્લિંગ હોસ્પિટલનો કર્મચારી આયુષ્માન કાર્ડ કાઢી આપવા ૫૦૦ રૂપિયા પડાવતાં ઝડપાયો
 
અંજારમાં ૧૪ ગુંઠા સરકારી જમીન ગેરકાયદે પધરાવવાના ગુનામાં શર્માની જામીન અરજી રદ્દ
 
નશાનો કરંટ આપવા આયુ. સિરપમાં સેનિટાઈઝર અને દેશી દારૂ મિક્સ કરવાનું કારસ્તાન!