click here to go to advertiser's link
Visitors :  
17-Apr-2024, Wednesday
Home -> ચૂંટણીનૠ-> If someone try to buy voter please tell us here says ECI
Wednesday, 06-Dec-2017 - Bhuj 31085 views
મતદારોને લલચાવવા કે ખરીદવા પ્રયાસ થાય તો અહીં જાણ કરજો
કચ્છખબરડૉટકોમ, ભુજઃ વિધાનસભાની ચૂંટણી અંતર્ગત મતદારોને લાંચ કે પ્રલોભન આપવા અંગેની કોઇપણ ફરિયાદ અથવા શંકાસ્‍પદ રોકડ વ્‍યવહાર થતો હોય તો લોકોને તે અંગે તુરંત જાણ કરવા ચૂંટણી પંચે અપીલ કરી છે. જો ક્યાંય મતદારોને ખરીદવા કે લલચાવવા પ્રયાસ થતો હોય તો કોઈપણ વ્યક્તિ એક્ષ્‍પેન્‍ડીચર મોનીટરીંગ સેલના ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૨૩૩-૨૮૩૨, ૦૨૮૩૨-૨૫૪૦૧૬, ૦૨૮૩૨-૨૫૪૦૧૭, ૦૨૮૩૨-૨૫૪૦૧૮ અને ૦૨૮૩૨-૨૫૪૦૧૯ પર જાણ કરી શકે છે.

એ જ રીતે, ચૂંટણી ખર્ચને લગતી ફરિયાદ સંદર્ભે ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત ઓબ્‍ઝર્વરના મોબાઈલ નંબર પર અથવા સંબંધિત સ્થળે રૂબરૂ જઈ રજૂઆત-ફરિયાદ કરી શકે છે. ૧-અબડાસા અને ૨-માંડવી વિધાનસભા માટે ઓબ્ઝર્વર એસ.કે. ઝફરઉલ હક્ક તનવીર (આઇઆરએસ.)ના મો.નં.૯૪૮૪૪૯૩૪૮૭ (સ્થળ-એજન્‍સી બંગલો, સર્કિટ હાઉસ-માંડવી), ૩-ભુજ અને ૪-અંજાર વિધાનસભા માટે સંતોષ જી. પરાગે (આઇઆરએએસ) મો.નં. ૯૪૮૪૪૯૩૪૮૮ (સ્થળ-ઉમેદભુવન સર્કિટ હાઉસ, ભુજ) ૫-ગાંધીધામ અને ૬-રાપર વિધાનસભા માટે આશિષ સીંગ (આઇઆરએએસ) મો.નં.૯૪૮૪૪૯૩૪૮૯ (સ્થળ- ઉદયનગર ઈફકો ગેસ્‍ટ હાઉસ, ગાંધીધામ) ખાતે સંપર્ક કરી શકે છે તેમ જિલ્‍લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર-કચ્‍છ દ્વારા અનુરોધ કરાયો છે.

Share it on
   

Recent News  
આદિપુરઃ બાઈક શૉરૂમનો મેનેજર સટ્ટામાં ઘરાકોના ૩.૨૫ લાખ રૂપિયા લગાવી હારી ગયો!
 
વીજ બીલ અપડેટ કરાવવાના બહાને માંડવીના વૃધ્ધ સાથે ૧૨.૮૫ લાખની ઠગાઈ
 
કચ્છ લોકસભા સીટ પર ભાજપ- કોંગ્રેસના ઉમેદવારોએ વાજતે ગાજતે ઉમેદવારી નોંધાવી