click here to go to advertiser's link
Visitors :  
19-Apr-2024, Friday
Home -> ચૂંટણીનૠ-> Add DM bans procession and rally without prior permission
Friday, 15-Dec-2017 - Bhuj 55968 views
ઉમેદવારોએ વિજયરેલી-સરઘસ કાઢવા તંત્રની મંજૂરી લેવા દોડવું પડશે
કચ્છખબરડૉટકોમ, ભુજઃ વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ વિજેતા ઉમેદવારોએ તેમનું વિજય સરઘસ કે રેલી યોજવા માટે તુરંત કલેક્ટર કચેરીએ દોડવું પડશે. છેલ્લી ઘડીએ દોડાદોડી ના કરવી હોય તો પરિણામ જે આવે તે આવે પોતાની જીત નિશ્ચિત માની વિજય સરઘસ કે વિજય રેલી માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટની આગોતરી મંજૂરી લઈ લેવી પડશે.

કારણ કે, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ જાહેર સુલેહ-શાંતિનો ભંગ ના થાય તે હેતુથી એડિશનલ કલેક્ટરે આજથી લઈ વીસ ડિસેમ્બરના પાંચ દિવસ માટે મંજૂરી વગર કોઈપણ પ્રકારની સભા, સરઘસ કે રેલી યોજવા પર પ્રતિબંધ મુકી દીધો છે. રાત્રે 10 વાગ્યા બાદ ક્યાંય સભા, સરઘસ કે રેલી યોજી શકાશે નહીં. એડિશનલ કલેક્ટર પી.આર.જોશીના જાહેરનામા મુજબ 20મી ડિસેમ્બર સુધી મંજૂરી લીધા વગર સભા કે સરઘસ યોજી શકાશે નહીં.

Share it on
   

Recent News  
કચ્છની ધરા પર એનાકોન્ડાનો બાપ એવો વાસુકિ નાગ વિચરતો હોવાનો વૈજ્ઞાનિકોનો ઘટસ્ફોટ
 
૩.૭૫ કરોડનો તોડકાંડઃ સૂત્રધાર ગણાવાયેલાં ASI ઝાલાની જામીન અરજી હાઈકૉર્ટે ફગાવી
 
પ્રવાસીઓની સુવિધા માટે શુક્રવારે ગાંધીધામથી બિહારના દાનાપુર વચ્ચે ખાસ ટ્રેન