click here to go to advertiser's link
Visitors :  
18-Apr-2024, Thursday
Home -> Religion -> This may be the reason why we worship Shiva with milk
Tuesday, 25-Jul-2017 - Bureau Report 381 views
શ્રાવણમાં શિવલિંગને દૂધ ચઢાવવા પાછળ આ પણ કારણ હોઈ શકે છે

દરેક પરંપરા અને રીતરિવાજોની પાછળ કંઇકને કંઇક વૈજ્ઞાનિક કારણ હોય છે. શ્રાવણનો મહીનો આજથી શરૂ થઇ ગયો છે. શ્રાવણમાં ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે શિવલિંગ પર દૂધ ચઢાવવામાં આવે છે. આવું થવા પાછળ કેટલીક રસપ્રદ કથાઓ છે, પરંતુ આ પાછળ છુપાયેલા વૈજ્ઞાનિક કારણને તમે ભાગ્યે જ જાણતા હશો. માનવામાં આવે છે કે ભગવાન શિવ દૂધ પીવાનું ખૂબ પસંદ કરે છે, એટલે સુધી કે એ ઝેરીલું દૂધ પણ પી જાય છે. જૂના સમય દરમિયાન લોકોને એવું લાગતું હતું કે વરસાદની સિઝનમાં દૂધ ઝેરી બની જાય છે, તો ત્યારે બધુ દૂધ ભગવાન શિવને ચઢાવી દેવામાં આવતું હતું. લોકોને એવું લાગતું હતું કે દૂધ શિવજીને ચઢાવવાથી એમની બધી બીમારીઓ દૂર થઇ જાય છે. આર્યુવેદમાં ચોમાસામાં દૂધના ઉપયોગ ના કરવા સલાહ અપાઈ છે.  આ સિઝનમાં રોગચાળો થવાની સંભાવના રહે છે. આ સિઝનમાં વરસાદને કારણે ઘાસમાં ઘણા જંતુ-કિટકો પેદા થાય છે. જાનવરો એ ઘાસ આરોગે છે. તેથી આ સિઝનમાં દૂધ આપણા માટે સારું રહેતું નથી.

Share it on
   

Recent News  
૩.૭૫ કરોડનો તોડકાંડઃ સૂત્રધાર ગણાવાયેલાં ASI ઝાલાની જામીન અરજી હાઈકૉર્ટે ફગાવી
 
પ્રવાસીઓની સુવિધા માટે શુક્રવારે ગાંધીધામથી બિહારના દાનાપુર વચ્ચે ખાસ ટ્રેન
 
૯૮૭ ગ્રામ ગાંજા સાથે નારાણપરનો યુવક ઝડપાયોઃ લુણીની સપ્લાયર મહિલાની પણ અટક