click here to go to advertiser's link
Visitors :  
19-Apr-2024, Friday
Home -> Religion -> Shivratri celebrated in Kutch Procession in Bhuj
Tuesday, 13-Feb-2018 - Bhuj 56701 views
કચ્છમાં ગુંજી ઉઠ્યો બમ બમ ભોલેનો નાદ, ઠેર ઠેર નીકળી શોભાયાત્રા

કચ્છખબરડૉટકોમ, ભુજઃ દેવોના દેવ મહાદેવની આરાધનાના પર્વ મહાશિવરાત્રિ નિમિત્તે વહેલી સવારથી જ કચ્છભરમાં હર હર મહાદેવનો ગગનભેદી નાદ ગાજી ઉઠ્યો છે. સૂરજબારીથી લઈ છેવાડાના લખપત સુધીના તમામ શિવાલયોમાં વહેલી પરોઢથી ભોલનાથની મહાઆરતી-મહાપૂજાનો પ્રારંભ થઈ ગયો હતો. ભક્તો પણ વહેલાં ઉઠી ભોળા શંભુના દર્શન માટે મંદિરોમાં ઉમટી પડ્યા છે. શિવરાત્રિ નિમિત્તે લઘુ રૂદ્રી, ચાર પ્રહરની પૂજા, રુદ્રાભિષેક, મહાઆરતી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજન થયાં છે. તો, વિવિધ શહેરોમાં નીકળેલી પરંપરાગત શોભાયાત્રાએ સ્થાનિક રહીશોમાં અનેરું આકર્ષણ સર્જ્યું હતું. અત્રે ભુજમાં નીકળેલી શોભાયાત્રાની તસવીરોમાં શિવરાત્રિની ઉજવણીનો ઉલ્લાસ ઝીલાયો છે.

Share it on
   

Recent News  
કચ્છની ધરા પર એનાકોન્ડાનો બાપ એવો વાસુકિ નાગ વિચરતો હોવાનો વૈજ્ઞાનિકોનો ઘટસ્ફોટ
 
૩.૭૫ કરોડનો તોડકાંડઃ સૂત્રધાર ગણાવાયેલાં ASI ઝાલાની જામીન અરજી હાઈકૉર્ટે ફગાવી
 
પ્રવાસીઓની સુવિધા માટે શુક્રવારે ગાંધીધામથી બિહારના દાનાપુર વચ્ચે ખાસ ટ્રેન