click here to go to advertiser's link
Visitors :  
20-Apr-2024, Saturday
Home -> Rapar -> SMC caught IMFL worth Rs 11L from dumper near Aadesar
Saturday, 03-Feb-2018 - Aadesar 51001 views
સ્ટેટ વિજીલન્સે મોમાયમોરા નજીક 11 લાખનો શરાબ ભરેલું ડમ્પર ઝડપ્યું
કચ્છખબરડૉટકોમ, રાપરઃ પૂર્વ કચ્છના આડેસર નજીક સ્ટેટ વિજીલન્સની ટૂકડીએ દરોડો પાડી અંદાજે 11 લાખનો શરાબ ભરેલાં ડમ્પર સાથે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. આજે સાંજે વિજીલન્સની ટૂકડીએ મોમાયમોરા નજીક રણવિસ્તારમાંથી પસાર થઈ રહેલાં ડમ્પરને ઝડપી પાડ્યું હતું. પોલીસે ડમ્પરમાં સવાર બે રાજસ્થાની અને એક બનાસકાંઠાના ભાભરના શખ્સની ધરપકડ કરી છે.

ડમ્પરમાંથી અંદાજે 11 લાખની કિંમતનો અઢીસો પેટી શરાબ ઝડપાયો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. બનાવ અંગે આડેસર પોલીસ મથકે સત્તાવાર ફોજદારી ફરિયાદ નોંધાવવાની તજવીજ ચાલી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. સ્ટેટ મોનિટરીંગ સેલના સફળ દરોડાથી સ્થાનિક પોલીસ તંત્રમાં વધુ એકવાર ચકચાર મચી ગઈ છે.

Share it on
   

Recent News  
સ્ટર્લિંગ હોસ્પિટલનો કર્મચારી આયુષ્માન કાર્ડ કાઢી આપવા ૫૦૦ રૂપિયા પડાવતાં ઝડપાયો
 
અંજારમાં ૧૪ ગુંઠા સરકારી જમીન ગેરકાયદે પધરાવવાના ગુનામાં શર્માની જામીન અરજી રદ્દ
 
નશાનો કરંટ આપવા આયુ. સિરપમાં સેનિટાઈઝર અને દેશી દારૂ મિક્સ કરવાનું કારસ્તાન!