click here to go to advertiser's link
Visitors :  
19-Apr-2024, Friday
Home -> Rapar -> Forest department rescue young flamingo stranded in water pit near Rapar
Sunday, 07-Jan-2018 - Rapar 46324 views
પાણીના ખાડામાં તરફડતાં ફ્લેમિંગોના અનેક બચ્ચાંને વનતંત્રે બચાવ્યાં
કચ્છખબરડૉટકોમ, રાપરઃ રાપર તાલુકાના કુડા પાસે રણના ખાડામાં ફસાયેલાં ફલેમિંગોના બચ્ચાને વન તંત્ર દ્વારા બચાવવામાં આવ્યા છે. દર વર્ષે કચ્છમાં શિયાળો ગાળવા માટે આવતાં ફ્લેમિંગો કચ્છના રણવિસ્તારમાં માળા બનાવી બચ્ચા ઉછેરીને શિયાળો પૂરો થાય એટલે પરત ઉડી જાય છે.

આવી જ એક ફલેમિંગો વસાહત રાપર તાલુકાના લોદ્રાણી ગામથી કુડા બીએસએફ ચોકી તરફ રણમાં આઠથી દસ કીલોમીટર દૂર આવેલી છે. આજે વનપાલ વી.ડી. ગોસ્વામીને આ વસાહતમાં ફ્લેમિંગોના બચ્ચા પાણીના ખાડામાં ફસાયેલાં હોવાનું અને તરફડી રહ્યાં હોવાની માહિતી મળી હતી. આ અંગે ગોસ્વામીએ રાપર ઉત્તર રેન્જના આરએફઓ એમ.જે. ચૌહાણને જાણ કરતાં આરએફઓ ચૌહાણ વનરક્ષક આશાબેન પટેલ, ચોકીદાર દયાળ કોલી, બનેસંગ સોઢા, ચતુરસિંહ સોઢા વગેરે સાથે તત્કાળ ધસી ગયાં હતા. જે સ્થળે ફલેમિંગોના બચ્ચાં ખાડામાંથી બહાર આવવા તરફડીયા મારતાં હતા તે સ્થળે પહોંચી જઈને વનતંત્રએ બચ્ચાંને બહાર કાઢી રણમાં અન્ય સલામત સ્થળે ખસેડ્યાં હતા. બાળ ફ્લેમિંગો પણ જાણે પોતાનો જીવ બચાવવા બદલ વનકર્મીઓનો આભાર માનતાં હોય તેમ કલરવ કરતાં અન્ય બચ્ચાઓ સાથે રણના પાણીમાં દૂર નિકળી ગયાં હતા. ઉલ્લેખનીય છે કે, આ સ્થળ ગયા વર્ષે રાપર ઉત્તર રેન્જના વનપાલ વી.ડી ગોસ્વામી અને આર.આર. પરમારે શોધ્યું હતું.

Share it on
   

Recent News  
કચ્છની ધરા પર એનાકોન્ડાનો બાપ એવો વાસુકિ નાગ વિચરતો હોવાનો વૈજ્ઞાનિકોનો ઘટસ્ફોટ
 
૩.૭૫ કરોડનો તોડકાંડઃ સૂત્રધાર ગણાવાયેલાં ASI ઝાલાની જામીન અરજી હાઈકૉર્ટે ફગાવી
 
પ્રવાસીઓની સુવિધા માટે શુક્રવારે ગાંધીધામથી બિહારના દાનાપુર વચ્ચે ખાસ ટ્રેન