click here to go to advertiser's link
Visitors :  
20-Apr-2024, Saturday
Home -> Rapar -> Aadesar police found dead body near Nanda road Police claims its brutal murder
Thursday, 26-Oct-2017 - Rapar 74777 views
આડેસરમાં અજ્ઞાત યુવકની ઘાતકી હત્યા કરી ફેંકી દેવાયેલી લાશ મળી
કચ્છખબરડૉટકોમ, ભુજઃ રાપરના આડેસર-નાંદા રોડ પર અત્યંત ક્રુરતાપૂર્વક અજાણ્યા યુવકની હત્યા કરી ફેંકી દેવાયેલી લાશ મળી આવતાં ચકચાર મચી ગઈ છે. આડેસરથી નાંદા જતા માર્ગ પર ફોરેસ્ટની ખુલ્લી જગ્યામાં બાવળની ઝાડીઓમાં યુવકની લાશ પડી હતી. ગત રાત્રે  8 વાગ્યાના અરસામાં મળેલી બાતમીના પગલે આડેસર પીએસઆઈ એમ.એસ.રાણા સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. સ્થળ પર 20થી 22 વર્ષના અજાણ્યા યુવકની ક્રુરતાપૂર્વક હત્યા કરી ફેંકી દેવાયેલી લાશ પડી હતી.

કચ્છખબર સાથે વાત કરતાં પીએસઆઈ રાણાએ જણાવ્યું કે, મરનાર યુવક સારા ઘરનો હોય તેવું જણાય છે. અજાણ્યા શખ્સોએ માથાના પાછળના ભાગે અને ગરદન પર તલવાર કે ધારીયા જેવા તીક્ષ્ણ હથિયારથી ઘા માર્યાં હોવાનું જણાય છે. તો, યુવકના ગળામાં સફેદ રંગની ‘પેકીંગ’ પટ્ટી અને ક્લચ વાયરથી ટૂંપો આપી દેવાયેલો હોવાનું પણ જણાય છે. યુવકે આસમાની રંગનો કાળી પટ્ટીવાળો શર્ટ અને બ્લ્યૂ રંગનું પેન્ટ પહેરેલું છે. એક પગમાં લાલ રંગનું શૂઝ પહેરેલું મળી આવ્યું છે. બીજા શૂઝનો પત્તો નથી. પોલીસે લાશને પીએમ માટે હોસ્પિટલે મોકલી આપ્યા બાદ આસપાસના ગામોમાં સઘન તપાસ કરી પરંતુ આ યુવકનો કોઈ અતોપત્તો મળ્યો નથી. મરનાર યુવક અન્ય વિસ્તારનો હોય અને તેને મારીને લાશ અહીં ફેંકી દેવાઈ હોવાનું પોલીસ માની રહી છે. યુવકની ઓળખ પર સમગ્ર હત્યા કેસના ડિટેક્શનનો મદાર રહેલો છે.

મૃતક યુવકના પગમાં સ્ટાર ત્રોફાવેલો છે
મૃતક યુવકના ડાબા પગની પાનીના ઉપરના ભાગે કાળા રંગનો તારો ત્રોફાવેલો છે. આ નિશાન તેની ઓળખ માટે મહત્વનું પૂરવાર થશે તેમ પોલીસ માની રહી છે.
30થી 36 કલાક પહેલાં હત્યા થઈ હોવાનું અનુમાન
પોસ્ટમોર્ટમના પ્રાથમિક રીપોર્ટમાં આશરે 30થી 36 કલાક પહેલાં યુવકની હત્યા થઈ હોવાનું બહાર આવ્યું છે. અર્થાત, મરનાર યુવકની 24મીએ હત્યા થઈ હોવાનું પોલીસ માની રહી છે.
ઘટનાસ્થળેથી નાની કારના ટાયરના નિશાન મળ્યાં
ઘટનાસ્થળેથી પોલીસને બોલેરો જેવી નાની કારના ટાયરના પૈડાંના નિશાન મળ્યાં છે. પોલીસને માની રહી છે કે, મૃતક યુવકની લાશ આ કારમાં અહીં સુધી લવાઈ ફેંકી દેવાઈ હશે. યુવકની હત્યામાં એક કરતાં વધુ આરોપીઓ સામેલ હોવાનું પોલીસ માની રહી છે. 
Share it on
   

Recent News  
સ્ટર્લિંગ હોસ્પિટલનો કર્મચારી આયુષ્માન કાર્ડ કાઢી આપવા ૫૦૦ રૂપિયા પડાવતાં ઝડપાયો
 
અંજારમાં ૧૪ ગુંઠા સરકારી જમીન ગેરકાયદે પધરાવવાના ગુનામાં શર્માની જામીન અરજી રદ્દ
 
નશાનો કરંટ આપવા આયુ. સિરપમાં સેનિટાઈઝર અને દેશી દારૂ મિક્સ કરવાનું કારસ્તાન!