click here to go to advertiser's link
Visitors :  
20-Apr-2024, Saturday
Home -> Pressnotes -> Now RTO launch online auction to allot favorite vehicle number
Friday, 17-Nov-2017 - Kutch 160259 views
મનપસંદ વાહન નંબર માટે હવે ઓનલાઇન ઑક્શન થશે
કચ્છખબરડૉટકોમ, ભુજઃ કચ્‍છમાં ભુજ અને ગાંધીધામ આરટીઓ દ્વારા મોટર સાયકલ માટે નવી સીરીઝ GJ-12-DJ 0001 TO 9999 શરૂ કરવામાં આવનાર છે. પસંદગીના નંબરોની હરાજી હવે ઓનલાઈન કરાશે. હરાજીને પારદર્શક, ઝડપી અને કાર્યક્ષમ બનાવવા વાહન વ્‍યવહાર કમિશનરે ૧૨ ઓક્ટોબરે આપેલી સૂચનાથી ઓનલાઇન ઓક્શનથી કરવાનું આયોજન કરાયું છે.

ગોલ્‍ડન અને સીલ્‍વર નંબરો, બેઝ એમાઉન્‍ટ, રજીસ્‍ટ્રેશન ટેક્ષ, સી.એન.એ. ફોર્મ વગેરેને મુળભૂત રીતે યથાવત રાખી વાહન ૪.૦ માં ઉપલબ્‍ધ નાગરિક કેન્‍દ્રી સુવિધાને ધ્યાને રાખી આ નિર્ણય લેવાયો છે. ઓનલાઇન ઑક્શનમાં ડાયનામિક ઑક્શન પ્રોસેસ હશે. એટલે કે, અરજદારને વેબસાઇટ પર ઓફર પ્રાઇસ હરાજીની પ્રક્રિયા દરમ્‍યાન વખતોવખત હરાજીની રકમમાં ઉમેરો કરવાનો રહેશે. આ ઉમેરો રૂ.૧૦૦૦/- ના ગુણાંકમાં વધારવાનો રહેશે. હાલની વન ટાઇમ બીડીંગ પ્રોસેસ જેમ એક જ વખત બીડ પ્રોસેસ કરી શકશે નહીં. ઈ-ઑકશનની પ્રક્રિયા ઓનલાઇન અરજી કરવાનો સમયગાળો ૨૧/૧૧/૨૦૧૭ થી ૨૭/૧૧/૨૦૧૭ સુધી અને ઈ-ઑકશનના બિડિંગનો સમયગાળો ૨૮/૧૧/૨૦૧૭ થી ૧/૧૨/૨૦૧૭ના બપોરના ૨ વાગ્‍યા સુધી હશે. ઈ-ઑકશનનું પરિણામ ૧/૧૨/૨૦૧૭ના બપોરે ૨ વાગ્‍યા પછીનો સમયગાળો રહેશે. ઓનલાઇન ઑકશનમાં ભાગ લેનાર અરજદારે http://parivahan.gov.in/parivahan/ પર નોંધણી કરી, યુઝર આઈ.ડી., પાસવર્ડ મેળવવાના રહેશે તેમજ આ વેબસાઇટ પર લોગ ઈન કરી વાહન ખરીદીના સાત દિવસની અંદર ઓનલાઇન સી.એન.એ. ફોર્મ ભરવાનું રહેશે. હરાજીની પ્રક્રિયામાં ભાગ લેવો, ચૂકવણું કરવું અને વાહન નંબર મેળવવો વગેરેની વિગતવાર સૂચના Appendix-A ઉપર આપેલ છે. આ સૂચના કચેરીના નોટીસ બોર્ડ અને રજીસ્‍ટ્રેશન શાખામાં રૂબરૂ પણ જોવા મળશે. અરજદારે હરાજીની પ્રક્રિયા પૂર્ણ થયાના પાંચ દિવસમાં નાણાં જમા કરાવવાના રહેશે. અરજદાર જો સમયમર્યાદામાં નાણાં ચૂકવવામાં નિષ્‍ફળ જાય તો મૂળ ભરેલી રકમને જપ્‍ત કરી ફરીવાર હરાજી કરવામાં આવશે. ઓનલાઇન ઑકશન દરમ્‍યાન અરજદારે RBI દ્વારા નકકી કરેલ દરે ચાર્જ ચૂકવવાના રહેશે. હરાજીની પ્રક્રિયામાં સફળ થયેલા અરજદારને સફળ ગણી બાકીના નાણાં પાંચ દિવસમાં ભરપાઇ કરવા માટે SMS કે EMAIL થી જણાવવામાં આવશે. હાલની મેન્‍યુઅલ પધ્‍ધતિ પ્રમાણે નાણાં પરત કરવાના રહેશે. એટલે કે, Net Banking, Credit Card/Debit Card થી ચુકવણું કર્યુ હોય તે જ Mode થી નાણાં અરજદારના તે જ ખાતામાં SBI e-pay દ્વારા પરત કરવામાં આવશે તેમ પ્રાદેશિક વાહન વ્‍યવહાર અધિકારી, ભુજ દ્વારા જણાવાયું છે.

Share it on
   

Recent News  
સ્ટર્લિંગ હોસ્પિટલનો કર્મચારી આયુષ્માન કાર્ડ કાઢી આપવા ૫૦૦ રૂપિયા પડાવતાં ઝડપાયો
 
અંજારમાં ૧૪ ગુંઠા સરકારી જમીન ગેરકાયદે પધરાવવાના ગુનામાં શર્માની જામીન અરજી રદ્દ
 
નશાનો કરંટ આપવા આયુ. સિરપમાં સેનિટાઈઝર અને દેશી દારૂ મિક્સ કરવાનું કારસ્તાન!