click here to go to advertiser's link
Visitors :  
19-Apr-2024, Friday
Home -> Politics -> Suspense over new speaker of Gujarat Assembly Will Nimaben get chance
Saturday, 06-Jan-2018 - Bureau Report 174224 views
સ્પીકર તરીકે નીમાબેનનો નંબર લાગશે કે સંસદીય સચિવ બનશે?
કચ્છખબરડૉટકોમ, બ્યૂરૉઃ ગુજરાતમાં પાતળી બહુમતી સાથે બનેલી રૂપાણી સરકારની પ્રથમ વિધાનસભાની બેઠક કમૂરતા ઉતર્યા બાદ જાન્યુઆરીના અંતમાં મળશે. બે દિવસ માટે યોજાનારી આ ખાસ બેઠકમાં વિધાનસભાના નવા અધ્યક્ષની ચૂંટણી અને ધારાસભ્યોની શપથવિધિ યોજાશે. બેઠક પૂર્વે ગુજરાત વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકે સૌથી મોટી વયના ધારાસભ્યની નિમણૂંક કરવામાં આવશે. રાજ્યમાં સૌથી વધુ 73 વર્ષની વયના ધારાસભ્ય અમદાવાદની ઠક્કરબાપાનગર સીટના ભાજપના વલ્લભભાઈ કાકડીયા છે.

નવા ચૂંટાયેલા ધારાસભ્યોની શપથવિધિ યોજાયા બાદ તેમને મળતાં પગારભથ્થાં અને લાભો શરૂ થઈ જશે. તેથી આ બેઠક વિધાનસભાના બેઠક સત્ર પૂર્વે બોલાવી લેવામાં આવશે. સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર પ્રોટેમ સ્પીકરની શપથવિધિ બાદ જાહેરનામું બહાર પાડી સ્પીકરની ચૂંટણી યોજાશે. બંધારણીય પ્રક્રિયા મુજબ રાજ્યપાલ સૌથી મોટી વયના ધારાસભ્યને પ્રોટેમ સ્પીકર તરીકે શપથ લેવડાવશે. ત્યારબાદ વિધાનસભા દ્વારા શપથવિધિની ખાસ બેઠક બોલાવવા માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવશે. આ બે દિવસની બેઠકની કામગીરીમાં સૌપ્રથમ પ્રોટેમ સ્પીકર દ્વારા વિધાનસભાના નવા સ્પીકરની ચૂંટણીની જાહેરાત કરવામાં આવશે. ત્યારબાદ બેઠકના બીજા દિવસે અધ્યક્ષની ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જો અધ્યક્ષપદ માટે એક કરતાં વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યાં હશે તો મતદાન કરવામાં આવશે. નહીં તો એક જ ફોર્મ ભરનારને બિનહરીફ જાહેર કરવામાં આવશે. તે પછી નવા ચૂંટાયેલા અધ્યક્ષ દ્વારા ધારાસભ્યોની શપથવિધિની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

નીમાબેનનો નંબર લાગશે કે નંઈ?

વિધાનસભાના સ્પીકર તરીકે કોની પસંદગી થાય છે તેના પર સૌની મીટ મંડાઈ છે. અગાઉ સ્પીકર તરીકે ભુજના ધારાસભ્ય નીમાબેન આચાર્યનું નામ મોખરે ગણાતું હતું. પરંતુ, હવે આ રેસમાં વડોદરાના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદી અને પોરબંદરના બાબુભાઈ બોખીરીયાના નામ પણ મજબૂત દાવેદાર તરીકે ચર્ચાય છે. ખાસ કરીને, વિધાનસભામાં અગાઉની તુલનાએ વિરોધ પક્ષ મજબૂત સ્થિતિમાં છે ત્યારે સ્પીકર તરીકે પણ ‘મજબૂત’ વ્યક્તિની પસંદગી થાય તેના પર સવિશેષ ભાર અપાશે. રાજ્ય સરકારે વાસણભાઈને રાજ્યકક્ષાનું મંત્રીપદ આપી કચ્છનું પ્રતિનિધિત્વ ગણાવી દીધું છે ત્યારે સ્પીકરપદ માટે નીમાબેનનું નામ ફાઈનલ થાય છે કે અન્ય કોઈનું તેના પર અનેકવિધ અટકળો ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ જો નીમાબેનને સ્પીકરપદ ના મળે તો તેમને સંસદીય સચિવ પણ બનાવાઈ શકે છે. જો કે, વિધાનસભામાં ભાજપના ધારાસભ્યોની સંખ્યા 99ના આંકડે અટકી છે. ગૃહમાં વિપક્ષની ટક્કર લઈ શકે તેવા ધારાસભ્યો પર ભાજપનો મદાર રહેશે. ગૃહના ફ્લૉર મેનેજમેન્ટ સંદર્ભે વર્તમાન સરકાર ‘સંસદીય સચિવ’ પદની લ્હાણી કરતાં સોવાર વિચાર કરશે તેમ પણ મનાય છે. પોતાનો નંબર લાગે તે માટે બેને છેલ્લાં કેટલાંય દિવસોથી ગાંધીનગરમાં ધામા નાખ્યાં છે.

Share it on
   

Recent News  
કચ્છની ધરા પર એનાકોન્ડાનો બાપ એવો વાસુકિ નાગ વિચરતો હોવાનો વૈજ્ઞાનિકોનો ઘટસ્ફોટ
 
૩.૭૫ કરોડનો તોડકાંડઃ સૂત્રધાર ગણાવાયેલાં ASI ઝાલાની જામીન અરજી હાઈકૉર્ટે ફગાવી
 
પ્રવાસીઓની સુવિધા માટે શુક્રવારે ગાંધીધામથી બિહારના દાનાપુર વચ્ચે ખાસ ટ્રેન