click here to go to advertiser's link
Visitors :  
20-Apr-2024, Saturday
Home -> Other -> Rajsthan police seized opium poppy worth more than 1 Cr
Saturday, 24-Mar-2018 - Bureau Report 64976 views
ગુજ-રાજસ્થાન સીમાએ 1 કરોડના અફીણ ડોડાં ઝડપાયાં, માલ ગાંધીધામ આવતો'તો

કચ્છખબરડૉટકોમ, બ્યૂરૉઃ પશ્ચિમ બંગાળના સીલીગુડીથી પાઈનેપલની આડમાં ગાંધીધામ લવાઈ રહેલો 1 કરોડથી વધુ રૂપિયાની કિંમતના અફીણના ડોડા (પોશ ડોડા)નો જંગી જથ્થો ગુજરાત-રાજસ્થાનની બોર્ડર પર ઝડપાઈ ગયો છે. રાજસ્થાનના રતનપુર હાઈવે પર બીછીવાડા પોલીસે બાતમીના આધારે ગત રાત્રે નાકાબંધી કરી ટ્રકમાંથી 97 કટ્ટામાં ભરેલો ડોડાનો જથ્થો જપ્ત કર્યો હતો. ટ્રકમાંથી પોલીસે 2547 કિલોગ્રામ ડોડાનો જથ્થો જપ્ત કર્યો છે. ટ્રકમાં 92 કટ્ટામાં ડોડાં અને 5 કટ્ટામાંથી ડોડાનો ભુકો મળી આવ્યો હતો. ટ્રકનો ડ્રાઈવર ઝહીદ નબીબક્શ તેલી અને ક્લિનર અફઝલ જીલાની બંને ઉત્તર પ્રદેશના બારાબાંકી જિલ્લાના રહીશ છે. બાતમીના આધારે રતનપુરના એડિશનલ એસપી નીતેશ આર્ય અને તેમની ટીમે હાઈવે પર નાકાબંધી કરી ટ્રકને ઝડપી પાડી હતી. પોલીસને જોઈ ટ્રક ડ્રાઈવર અને ક્લિનરે નાસવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસે બંનેને પકડી પાડ્યાં હતા. ગાંધીધામમાં આ માલ કોને અને ક્યાં સપ્લાય કરવાનો હતો તે અંગે કચ્છખબરે બીછીવાડા પોલીસને પૂછતાં થાણા પ્રભારીએ જણાવ્યું હતું કે તે હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી. બિલ્ટી પર માત્ર ગાંધીધામ લખેલું છે. બંને આરોપી વિરૂધ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ફરિયાદ નોંધી પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

Share it on
   

Recent News  
અંજારમાં ૧૪ ગુંઠા સરકારી જમીન ગેરકાયદે પધરાવવાના ગુનામાં શર્માની જામીન અરજી રદ્દ
 
નશાનો કરંટ આપવા આયુ. સિરપમાં સેનિટાઈઝર અને દેશી દારૂ મિક્સ કરવાનું કારસ્તાન!
 
કચ્છની ધરા પર એનાકોન્ડાનો બાપ એવો વાસુકિ નાગ વિચરતો હોવાનો વૈજ્ઞાનિકોનો ઘટસ્ફોટ