click here to go to advertiser's link
Visitors :  
20-Apr-2024, Saturday
Home -> Other -> Liquor worth Rs 56l seized being transported as Army goods of Bhuj Cant
Wednesday, 07-Feb-2018 - Bureau Report 61901 views
ભુજ આર્મી-એરફોર્સનો માલ ગણાવી 56 લાખનો દારૂ ઘુસાડવાનો પર્દાફાશ
કચ્છખબરડૉટકોમ, બ્યૂરૉઃ ‘ડિફેન્સ’નો માલ હોવાનો કારસો રચી ભુજ મોકલાઈ રહેલાં અડધા કરોડથી વધુ કિંમતના જંગી શરાબનો જથ્થો સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે સુરતના પલસાણા પાસેથી ઝડપી પાડ્યો છે. પોલીસની આંખમાં ધૂળ નાંખવા આર્મી-એરફોર્સના સિક્કા સાથે બોગસ ડિલિવરી ચલણ બનાવાયાં હતા. એટલું જ નહીં માલ જેમાં લવાઈ રહ્યો હતો તે કન્ટેઈનર ટ્રક પર બાકાયદા આર્મી-એરફૉર્સના સિક્કા સાથેનું સીલ મારવામાં આવ્યું હતું.

જો કે, પોલીસની ઝીણવટભરી તપાસમાં આર્મી-એરફોર્સના નામે તૈયાર કરાયેલાં ચલણ-સીલ બોગસ હોવાનો પર્દાફાશ થયો છે. સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે બાતમીના આધારે ગત મધરાત્રે બાર વાગ્યે પલસાણાના બાલેશ્વર ગામે હાઈવે પર આવેલી હોટેલ સહયોગ ખાતે પાર્ક કરેલી એક કન્ટેઈનર ટ્રક(HR 55 9774)ની તલાશી લીધી હતી. જો કે, કન્ટેઈનરના દરવાજા પર આર્મી-એરફૉર્સના સિક્કા સાથેનું સીલ હતું. પોલીસે ડ્રાઈવર ગોવિંદસિંહ મજબીસિંહ (ઉ.વ.33, રહે. અમૃતસર, પંજાબ)ની પૂછપરછ કરતાં તેણે પોલીસને જવાબ આપ્યો હતો કે, સાહેબ ટ્રકમાં ડિફેન્સનો શરાબ ભરેલો છે અને તે આ માલ ભુજ આર્મી-એરફૉર્સ સ્ટેશનમાં સપ્લાય કરવા જઈ રહ્યો છે. પોલીસે પૂરાવા માંગતા ગોવિંદસિંહે આર્મી-એરફોર્સના સિક્કાવાળા ડિલિવરી ચલણ બતાડ્યાં હતા. થોડીકવાર માટે તો પોલીસ અધિકારીઓ પણ મુંઝાઈ ગયાં હતા. જો કે, બાતમી પાક્કી હતી. તેથી ઝીણવટભરી તપાસ કરતાં સ્પષ્ટ થયું હતું કે, ડિલિવરી ચલણ અને કન્ટેનરને મરાયેલું સીલ વગેરે બૉગસ છે. પોલીસે સીલ તોડી ચેક કરતાં કન્ટેઈરમાંથી 56 લાખ રૂપિયાની કિંમતની 11412 નંગ વિદેશી શરાબની બોટલ મળી આવી હતી. પોલીસે ડ્રાઈવર ગોવિંદસિંહની ધરપકડ કરી છે. જો કે, કાર્યવાહી દરમિયાન ટ્રકનો ક્લિનર જીતેન્દ્ર ઊર્ફે બગ્ગા નાસી છૂટ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં ગોવિંદસિંહે કબૂલ્યું છે કે શરાબનો જથ્થો રાજેશ મલ્હોત્રા નામના શખ્સે મોકલ્યો હતો અને તેની ડિલિવરી રાહુલ નામનો શખ્સ લેવા આવવાનો હતો. શરાબનો આ જથ્થો ખરેખર ભુજ મોકલાઈ રહ્યો હતો કે બીજે ક્યાંક તે અંગે પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. પોલીસે ડ્રાઈવર પાસેથી 34 હજારની રોકડ રકમ, 500 રૂપિયાની કિંમતનો મોબાઈલ અને 20 લાખ રૂપિયાની કિંમતની ટ્રક ગણી કુલ 77 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આરોપીઓ સામે પ્રોહિબિશન અને નકલી દસ્તાવેજ બનાવવા અંગે બે અલગ અલગ ગુના દાખલ કરાયાં છે.

Share it on
   

Recent News  
અંજારમાં ૧૪ ગુંઠા સરકારી જમીન ગેરકાયદે પધરાવવાના ગુનામાં શર્માની જામીન અરજી રદ્દ
 
નશાનો કરંટ આપવા આયુ. સિરપમાં સેનિટાઈઝર અને દેશી દારૂ મિક્સ કરવાનું કારસ્તાન!
 
કચ્છની ધરા પર એનાકોન્ડાનો બાપ એવો વાસુકિ નાગ વિચરતો હોવાનો વૈજ્ઞાનિકોનો ઘટસ્ફોટ