click here to go to advertiser's link
Visitors :  
17-Apr-2024, Wednesday
Home -> Other -> GoG will develop Regional Science Museum in 4 city including Bhuj
Thursday, 25-Jan-2018 - Bureau Report 49659 views
ભુજ સહિત ચાર ઝોનમાં પ્રાદેશિક સાયન્સ મ્યુઝિયમ બનશેઃ રૂપાણી
કચ્છખબરડૉટકોમ, બ્યૂરૉઃ રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે મહેસાણાની મુલાકાતે ગયેલાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભુજ સહિત ચાર જિલ્લાઓમાં પ્રાદેશિક સાયન્સ મ્યુઝિયમનું નિર્માણ કરવાની જાહેરાત કરી છે. વિસનગરની સાકળચંદ પટેલ યુનિવર્સિટી ખાતે ‘ગુજરાત સાયન્સ કાર્નિવલ 2018’ના ઉદઘાટન પ્રસંગે રૂપાણીએ જણાવ્યું હતું કે, યુવાનોમાં જિજ્ઞાસાવૃત્તિ કેળવાય તે માટે પાટણ, ભુજ, વડોદરા અને રાજકોટ એમ ચાર ઝોનમાં પ્રાદેશિક સાયન્સ મ્યુઝિયમ બનાવાશે.

પરિણામે યુવાનો સર્જનાત્મક ઈનોવેશન, ડિઝાઈન, ડિઝાઈન લેબ, બાયોટેકનોલોજીના ક્ષેત્રમાં નવા સંશોધન કરી નવી પેટન્ટ મેળવશે. આધુનિક વિજ્ઞાન અપનાવી યુવાનોને ટેકનોક્રેટ બનવા તેમણે હાકલ કરી હતી. કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યાં હતા.

Share it on
   

Recent News  
આદિપુરઃ બાઈક શૉરૂમનો મેનેજર સટ્ટામાં ઘરાકોના ૩.૨૫ લાખ રૂપિયા લગાવી હારી ગયો!
 
વીજ બીલ અપડેટ કરાવવાના બહાને માંડવીના વૃધ્ધ સાથે ૧૨.૮૫ લાખની ઠગાઈ
 
કચ્છ લોકસભા સીટ પર ભાજપ- કોંગ્રેસના ઉમેદવારોએ વાજતે ગાજતે ઉમેદવારી નોંધાવી