click here to go to advertiser's link
Visitors :  
19-Apr-2024, Friday
Home -> Other -> Centre clears plans for IAF base close to Pakistan border in Gujarat
Friday, 23-Mar-2018 - Bureau Report 45100 views
ભુજ-બાડમેર વચ્ચેનો ગેપ પૂરવા હવે અહીં બનશે વાયુદળનું ત્રીજું એરબેઝ

કચ્છખબરડૉટકોમ, બ્યૂરૉઃ પાકિસ્તાન સાથે જોડાયેલી ગુજરાતની સરહદે હવે ભુજ અને નલિયા બાદ ત્રીજા સ્થળે ઈન્ડિયન એરફૉર્સનો ફોરવર્ડ ફાઈટર બેઝ તૈયાર કરવા કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે. ઈન્ડિયન એરફૉર્સ દ્વારા ભુજ અને બાડમેર વચ્ચેનો ક્રિટીકલ એર ડિફેન્સ ગેપ પૂરવા ઘણાં વર્ષોથી ડીસામાં એરબેઝનું નિર્માણ કરવા માટે દરખાસ્ત કરાઈ હતી. પરંતુ, તે પડતર રહી હતી. જો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી મળેલી કેબિનેટ કમિટિ ઓન સિક્યોરીટીની બેઠકમાં ડીસા ખાતે એરબેઝ નિર્માણને મંજૂરી આપી દેવાઈ છે. એટલું જ નહીં એરબેઝ નિર્માણ માટે પ્રથમ તબક્કે 1 હજાર કરોડ રૂપિયાનું ફંડ ફાળવવા નિર્ણય લેવાયો છે. એરબેઝના નિર્માણ પાછળ કુલ 4 હજાર કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. ડીસામાં હાલ એક હજાર મીટર લાંબી એર સ્ટ્રીપ છે. એરફોર્સ દ્વારા ડીસામાં પ્રથમ તબક્કે રન વેનું વિસ્તરણ, ફાઈટર પેન અને વહીવટી સંકુલનું નિર્માણ કરવામાં આવશે. 4 હજાર એકરનો વિસ્તાર ધરાવતું ડીસાનું એરબેઝ ફોરવર્ડ ફાઈટર બેઝ બનશે. ડીસા એરબેઝના નિર્માણથી પશ્ચિમી સરહદે આવેલાં ભુજ અને બાડમેર એરબેઝ વચ્ચેનો ક્રિટીકલ ગેપ પૂરાશે અને ભારતીય વાયુદળની તાકાતમાં ઓર વધારો થશે તેમ સંરક્ષણ નિષ્ણાતોનું માનવું છે. 

Share it on
   

Recent News  
કચ્છની ધરા પર એનાકોન્ડાનો બાપ એવો વાસુકિ નાગ વિચરતો હોવાનો વૈજ્ઞાનિકોનો ઘટસ્ફોટ
 
૩.૭૫ કરોડનો તોડકાંડઃ સૂત્રધાર ગણાવાયેલાં ASI ઝાલાની જામીન અરજી હાઈકૉર્ટે ફગાવી
 
પ્રવાસીઓની સુવિધા માટે શુક્રવારે ગાંધીધામથી બિહારના દાનાપુર વચ્ચે ખાસ ટ્રેન