click here to go to advertiser's link
Visitors :  
19-Apr-2024, Friday
Home -> Nakhatrana -> Nakhtrana police detains 4 gamblers from Bharapar
Wednesday, 01-Nov-2017 - Nakhtrana 33345 views
નખત્રાણાના ભારાપરમાં 4 જુગારી ઝડપાયાં, બે ફરાર
કચ્છખબરડૉટકોમ, નખત્રાણા :નખત્રાણાના ભારાપર (વિરાણી) સીમમાં જાહેરમાં ધાણી પાસાનો જુગાર રમતાં ચાર ખેલીને નખત્રાણા પોલીસે પકડી પાડ્યા છે. જો કે, બે જણાં પોલીસને થાપ આપી નાસી છૂટ્યાં હતા. નખત્રાણા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર ગત સાંજે પોણા સાત વાગ્યાના અરસામાં પોલીસે અહીં દરોડો પાડ્યો હતો. જેમાં જેઠુભા જોરાવરસિંહ જાડેજા (નાની અરલ), જગુભા રાણુભા જાડેજા (નાની અરલ), નારણ ઊર્ફે ફકુ સાકરીયા બડીયા (મોટી વિરાણી) અને ચંદુ નારણ

બડીયા (મોટી વિરાણી)ને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા હતા. જ્યારે, લાલજી કરણાજી સોઢા (મોટી વિરાણી) અને કૃપાલસિંહ ઊર્ફે ટપુભા કરસનજી સોઢા (નાની અરલ) પોલીસને થાપ આપી નાસી છૂટ્યાં હતા. ચાર આરોપીઓ પાસેથી પોલીસે 5170 રૂપિયાની રોકડ રકમ, પટમાં રહેલા 2650 રૂપિયા, 3 મોબાઈલ ફોન અને 35 હજારની કિંમતની બે મોટર સાયકલ મળી કુલ 44 હજાર 820 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

Share it on
   

Recent News  
કચ્છની ધરા પર એનાકોન્ડાનો બાપ એવો વાસુકિ નાગ વિચરતો હોવાનો વૈજ્ઞાનિકોનો ઘટસ્ફોટ
 
૩.૭૫ કરોડનો તોડકાંડઃ સૂત્રધાર ગણાવાયેલાં ASI ઝાલાની જામીન અરજી હાઈકૉર્ટે ફગાવી
 
પ્રવાસીઓની સુવિધા માટે શુક્રવારે ગાંધીધામથી બિહારના દાનાપુર વચ્ચે ખાસ ટ્રેન