click here to go to advertiser's link
Visitors :  
19-Apr-2024, Friday
Home -> Nakhatrana -> Joint flag march of Police and BSF in Nakhtrana
Wednesday, 01-Nov-2017 - Nakhtrana 31953 views
નખત્રાણામાં પોલીસ-અર્ધલશ્કરી દળોની સંયુક્ત ફ્લેગ માર્ચ
વિધાનસભાની ચૂંટણી સંદર્ભે આજે નખત્રાણામાં સ્થાનિક પોલીસ અને અર્ધલશ્કરી દળોના જવાનોએ સંયુક્ત ફ્લેગ માર્ચ યોજી હતી. કાયદો અને વ્યવસ્થાની જાળવણી સંદર્ભે પોલીસ તંત્રની કટિબધ્ધતા દર્શાવવાના ઈરાદે ફ્લેગ માર્ચ યોજાઈ હતી. આ ફ્લેગ માર્ચ નખત્રાણાના મુખ્ય વિસ્તારોમાં ઘુમી હતી. જવાનોના કાફલાને જોઈ નગરજનોમાં કૂતુહલ ફેલાયું હતું.

ઉલ્લેખનીય છે કે, ચૂંટણી સંદર્ભે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા પોલીસ તંત્ર દ્વારા હિસ્ટ્રીશીટર-ગુનાઈત તત્વોને 'અંદર' કરવામાં આવી રહ્યાં છે. પરવાનેદાર હથિયારધારકોના હથિયારો પરત લેવાઈ રહ્યાં છે. પોલીસની આ કામગીરી હજુ પણ કડકાઈથી જારી રહેશે.

Share it on
   

Recent News  
કચ્છની ધરા પર એનાકોન્ડાનો બાપ એવો વાસુકિ નાગ વિચરતો હોવાનો વૈજ્ઞાનિકોનો ઘટસ્ફોટ
 
૩.૭૫ કરોડનો તોડકાંડઃ સૂત્રધાર ગણાવાયેલાં ASI ઝાલાની જામીન અરજી હાઈકૉર્ટે ફગાવી
 
પ્રવાસીઓની સુવિધા માટે શુક્રવારે ગાંધીધામથી બિહારના દાનાપુર વચ્ચે ખાસ ટ્રેન