click here to go to advertiser's link
Visitors :  
19-Apr-2024, Friday
Home -> Nakhatrana -> Dayapar police raids on liquor den in Nirona with tips from helpline
Saturday, 24-Feb-2018 - Nakhtrana 83978 views
હેલ્પલાઈનના આધારે નિરોણામાં દયાપર PSIનો દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો

કચ્છખબરડૉટકોમ, ભુજઃ દારૂ-જુગારની બદી રોકવા પશ્ચિમ કચ્છ પોલીસે શરૂ કરેલી હેલ્પલાઈનના આધારે પોલીસે ગત મધરાત્રે નખત્રાણાના નિરોણા ગામે બે અલગ અલગ સ્થળે દરોડો પાડી દેશી દારૂ અને આથા સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ કંટ્રોલ રૂમ ઈન્ચાર્જ વિશ્વનાથ જોશીને ગત રાત્રે હેલ્પલાઈન પર નિરોણામાં દેશી દારૂની ભઠ્ઠી અંગે બાતમી મળી હતી. વિશ્વનાથ જોશીએ આ અંગે એસપી એમ.એસ.ભરાડાનું ધ્યાન દોરતાં નખત્રાણા એએસપી રવિ તેજા શેટ્ટીને જાણ કરાઈ હતી. એએસપીના માર્ગદર્શન હેઠળ દયાપર પીએસઆઈ વાય.પી.જાડેજાને નિરોણામાં દરોડો પાડવા માટે મોકલવામાં આવ્યા હતા. જાડેજાએ નિરોણાના વાડીવિસ્તારમાં પોતાના કબ્જાની વાડીમાં દેશી દારૂ ગાળવાની પ્રવૃત્તિ કરી રહેલાં મહેન્દ્રસિંહ ગોડજી પડયારની ભઠ્ઠી પર દરોડો પાડી તેને બસ્સો લીટર આથા સાથે ઝડપી પાડ્યો હતો. તો, પોલીસે નિરોણા નજીક મહિન્દ્રા કમાન્ડર જીપમાં 40 લીટર તૈયાર દેશી દારૂ લઈ જઈ રહેલાં નિરોણાના સુરૂભા દેવાજી જાડેજા અને મામદ આલા ખમીશા વાઢાને જીપ સમેત ઝડપી પાડ્યાં હતા. ત્રણેય આરોપીને જીપ અને અન્ય મુદ્દામાલ સાથે નખત્રાણા પોલીસ મથકે સોંપી દેવાઈ તેમની વિરૂધ્ધ જાડેજાએ નશાબંધી ધારા હેઠળ ફરિયાદ નોંધાવી છે.

Share it on
   

Recent News  
કચ્છની ધરા પર એનાકોન્ડાનો બાપ એવો વાસુકિ નાગ વિચરતો હોવાનો વૈજ્ઞાનિકોનો ઘટસ્ફોટ
 
૩.૭૫ કરોડનો તોડકાંડઃ સૂત્રધાર ગણાવાયેલાં ASI ઝાલાની જામીન અરજી હાઈકૉર્ટે ફગાવી
 
પ્રવાસીઓની સુવિધા માટે શુક્રવારે ગાંધીધામથી બિહારના દાનાપુર વચ્ચે ખાસ ટ્રેન