click here to go to advertiser's link
Visitors :  
19-Apr-2024, Friday
Home -> Mundra -> Mundra Police detects cotton theft case of Patri arrest two
Sunday, 11-Feb-2018 - Mundra 73923 views
પત્રીમાં 80 હજારનું કપાસ ચોરનારાં બે જણાં મહેસાણાથી ઝડપાયાં
કચ્છખબરડૉટકોમ, ભુજઃ મુંદરાના પત્રી ગામેથી થોડાંક સમય પહેલાં વાડીમાંથી ચોરાયેલાં 80 હજાર રૂપિયાની કિંમતના 40 મણ કપાસની ચોરીના બનાવનો ભેદ મુંદરા પોલીસે ઉકેલી નાખ્યો છે. પોલીસે આ બનાવમાં ઝીણવટભરી તપાસ હાથ ધરી મહેસાણામાંથી બે શખ્સોની ધરપકડ કરી છે. પોલીસે ઝડપેલાં આરોપી પૈકી એકનું નામ ગોવિંદ વિરચંદ ઠાકોર (રહે. વડાણા, ભાભર, બનાસકાંઠા)

અને બીજાનું નામ મુકેશ હેદુજી ઠાકોર ( રહે. ઈશ્વરીયા, વાવ, બનાસકાંઠા. હાલે. મહેસાણા સીએસ્ટા લેબર કોલોની) છે. પોલીસે ગુનામાં વપરાયેલી મહિન્દ્ર મેક્સ પીકઅપ જીપ (નંબર જીજે 02 એક્સ એક્સ 5124) રીકવર કરી છે. કચ્છખબર સાથે વાત કરતાં મુંદરા પીઆઈ એમ.જે. જલુએ જણાવ્યું કે, આરોપી ગોવિંદ અગાઉ પત્રીની સીમમાં અન્ય એક વાડીમાં ભાગીયા તરીકે કામ કરતો હતો. તેથી તે આ વિસ્તારથી સુપેરે વાકેફ હતો. ગોવિંદ અને પિન્ટુ નામના એક અન્ય આરોપીએ સાથે મળીને કપાસની ચોરીનો પ્લાન બનાવ્યો હતો. આરોપીઓએ કપાસની ચોરી કર્યા બાદ તેને બનાસકાંઠામાં વેચી માર્યું હોવાનું ખુલ્યું છે. પિન્ટુની ધરપકડ કરવા પોલીસે તજવીજ હાથ ધરી છે.

 

Share it on
   

Recent News  
કચ્છની ધરા પર એનાકોન્ડાનો બાપ એવો વાસુકિ નાગ વિચરતો હોવાનો વૈજ્ઞાનિકોનો ઘટસ્ફોટ
 
૩.૭૫ કરોડનો તોડકાંડઃ સૂત્રધાર ગણાવાયેલાં ASI ઝાલાની જામીન અરજી હાઈકૉર્ટે ફગાવી
 
પ્રવાસીઓની સુવિધા માટે શુક્રવારે ગાંધીધામથી બિહારના દાનાપુર વચ્ચે ખાસ ટ્રેન